દેશમાં અત્યારસુધીમાં 1.09 કરોડ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 1.06 કરોડ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.55 લાખ લોકોનાં મોત થયાં છે. હાલ 1.36 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.
યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ રવિવારે ઓફિસ અથવા વર્કપ્લેસ અંગે નવી SOP જાહેર કરી છે. જે પ્રમાણે, જો કોઈ ઓફિસમાં કોરોનાનો કેસ મળે છે તો એ એરિયાને ડિસઈન્ફેક્ટેડ કર્યા પછી ફરી કામ શરૂ કરી શકાય છે. એના માટે આખા બિલ્ડિંગને બંધ કાં તો સીલ કરવાની જરૂર નહીં પડે.
મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, કોઈ ઓફિસમાં 1 અથવા 2 કેસ મળે છે તો ડિસઈન્ફેક્શનની પ્રોસેસ માત્ર એ જગ્યાએ હશે, જ્યાં દર્દી છેલ્લા 48 કલાકમાં હાજર રહ્યો હોય. ત્યાર પછી પ્રોટોકોલના હિસાબથી કામ ફરીથી શરૂ કરી શકાય છે. જો વર્કપ્લેસ પર મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવે તો આખા બ્લોક અથવા બિલ્ડિંગને ડિસઈન્ફેક્ટેડ કરવું જોઈએ.કે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે આ 1.5%થી પણ નીચે થઈ ગયો છે. દુનિયાના એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગઈ છે જ્યાં સૌથી ઓછો મૃત્યુદર છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં રિકવરી રેટ 97.31% થઈ ગયો છે, જે દુનિયાના સૌથી શ્રેષ્ઠ રિકવરી રેટવાળા દેશમાં સામેલ છે. દેશમાં હાલ 1.26% એક્ટિવ કેસ છે.
કેરળમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રવિવારે 10 લાખને પાર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર પછી કેરળ આટલા દર્દીઓવાળું બીજું રાજ્ય છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4,612 નવા દર્દી નોંધાયા છે. 15 લોકોનાં મોત સાથે મૃતકોની સંખ્યા 3,985 પર પહોંચી ગઈ છે.