ગલવાનમાં ભારતીય સેના સાથે થયેલી ઝપાઝપી બાદ ચીનના હેકરોએ ગત વર્ષ 12 ઓક્ટોબરના રોજ મુંબઈના રોજ પાવર સપ્લાઈ સિસ્ટમ પર સાઈબર એટેડ કર્યું હતો. ઘટના બાદ મહાનગરમાં આશરે 10-12 કલાક સુધી વીજળી સપ્લાઈ ઠપ્પ રહ્યો હતો. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના એક અહેવાલમાં આ ખુલાસો કર્યો છે. અહેવાલ પ્રમાણે ચીનના RedEcho ગ્રુપે આ ઘટનાને અંતિમ અંજામ આપ્યો હતો.
વીજળી પુરવઠો સવારે આશરે 10 વાગે ઠપ્પ થયો હતો. બે કલાક બાદ રેલવે સર્વિસ તો શરૂ કરવામાં આવી હતી પણ સંપૂર્ણપણે તકલીફને દૂર કરવામાં 10-12 કલાક લાગ્યા હતા. આ દાયકાનું આ સૌથી ખરાબ પાવર ફેલ્યોર હતું.
સાઈબર એટેકનું ષડયંત્ર ચીને ભારતને ચુપ કરવાના સંદેશ સ્વરૂપમાં આપ્યો હતો.અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે ભારતીય અને ચીની સૈનિક બોર્ડર પર એકબીજાની સામે હતા ત્યારે મોલવેયરને તે કન્ટ્રોલ સિસ્ટમાં ઈન્ડેક્ટ કરવામાં આવતું હતું, જે સમગ્ર ભારતમાં વીજળીનો સપ્લાઈની કામગીરી જુએ છે.
મહારાષ્ટ્ર સાઈબર સેલની શરૂઆતી તપાસમાં આ વાતનો ખુલાસો થયો હતો કે પાવર આઉટેજ પાછળ મોલવેયર એટેક હોઈ શકે છે. જોકે, ડિસ્ટ્રીબ્યુશન કંપનીના આઉટેલનું મોટુ કારણ થાણે જિલ્લાના લોડ ડિસ્પેચ સેન્ટરમાં ટ્રીપિંગને ગણવામાં આવતું હતું.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સાઈબર સ્પેસ કંપની રેકોર્ડેડ ફ્યુચરે ઘટનાની મોલવેયર ટ્રેસિંગ કર્યું હતું. કંપનીના CEO સ્ટુઅર્ટ સોલોમનને ટાંકી કહ્યું હતું કે ઈન્ડિયન પાવર જનરેશન અને ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્રમાં આશરે 10થી વધારે નોડ઼્સથી એન્ટ્રી કરવા માટે એડવાન્સ સાઈબર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.
સાઈબર સિક્યોરિટી કંપનીએ કહ્યું છે કે આ તમામ આશંકાઓ વચ્ચે અત્યારની હેકર્સ ગ્રુપ માટે મુંબઈ પાવર આઉટેડ માટે કોણ જવાબદાર છે તે અંગે પૂરતા પૂરાવા નથી. જોકે, આ માટે RedEchoને ટ્રેક કરવાનું જારી રહેશે. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે તેણે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમને પોતાના પરિણામ મોકલ્યા છે.
અહેવાલ પ્રમાણે એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના હુમલા અનો મોલવેયરની માંગ અને કન્ટ્રોલ સર્વર ચીનમાં મળ્યા છે. સીમા પર થયેલી ઝપાઝપી બાદ અમે દરરોજ 10,000 સાઈબર હુમલાના પ્રયાસોને ઓબ્જર્વ કર્યો. અત્યારે તે થોડો ઓછો છે, પણ આપણે સાવધાન રહેવું પડશે. સંભવિત સાઈબર હુમલા અને સંવેદનશીલ સરકાર વેબસાઈટ્સ અને પોર્ટલ્સની સુરક્ષા પાસા પર એક અહેવાલ પણ ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમર્સન્સી રિસ્પોન્સ ટીમને આપવામાં આવી છે.