મુંબઈ બ્લેક આઉટની પાછળ ચીનના ષડયંત્રનો ખુલાસો થયો છે. અમેરિકન એજન્સીના હવાલાથી ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલ ખબરમાં દાવો કરવામાં આવ્યો કે, ચીન ભારતમાં સાયબર એટેક કરવાના ફિરાકમાં છે. રિપોર્ટ અનુસાર, હજી પણ ભારમતાં બ્લેક આઉટનું ષડયંત્ર રચી રહ્યું છે. આ ખુલાસા બાદ ચીન ચારેતરફથી ઘેરાઈ ગયું છે. જોકે, ચીન આ મામલે હજી પણ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી.
બ્લેક આઉટના ષડયંત્ર પર ચીનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રીયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો છે. હંમેશા સાયબર એટેકના આરોપમાં ઘેરાયેલા રહેતા ચીનના વિદેશ મંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીન સાઈબર સુરક્ષાના પક્ષમાં દ્રઢતાથી ઉભું છું. કોઈ પણ પ્રકારના સાઈબર એટેકનો ચીન વિરોધ કરે છે. વગર પુરાવાના સાયબર હુમલાની અટકળોના આધાર પર કરાયેલા આરોપ કોઈ મહત્વના નથી. પૂરતા પુરાવા વગર આરોપ લગાવવા બિનજવાબદાર કહેવાય.
આ પહેલા ઈન્ટરનેટના ડેટા પર રિસર્ચ કરનારા મૈસાચુચેટ્સ સ્થિત કંપની, રિકોર્ડેડ ફ્યુચરે પોતાના હાલના રિપોર્ટમાં ભારતના પાવર સેક્ટરને ચીનના RedEcho ગ્રૂપ દ્વારા નિશાન બનાવવા પર ખુલાસો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સે રવિવારે રેકોર્ડેડ ફ્યૂચરના રિપોર્ટના આધાર પર એક સમાચાર પ્રકાશિત કર્યા હાત. આ ખુલાસાથી સવાલ ઉઠે છે કે, LAC પર તણાવની વચ્ચે મુંબઈ બ્લેક આઉટના માધ્યમથી ચીન, ભારતને શું મેસેજ આપવા માંગે છે. આખરે ચીનના ઈરાદા શું છે.
સવાલ એટલા માટે ગંભીર છે, કેમ કે મુંબઈ બ્લેક આઉટ ગત વર્ષ 12 ઓક્ટોબર, જૂન 2020 માં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીનના સૈનિકોની વચ્ચે ઝડપના કેટલાક મહિનાઓ બાદ થયું હતું. ચીનના ષડયંત્રના ખુલાસા બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, અમે તો પહેલા જ કોઈ મોટા ષડયંત્રની શંકા વ્યક્ત કરી હીત. પ્રારંભિક તપાસના રિપોર્ટ અનુસાર, મોટાપાયા પર બ્લેક આઉટ સાઈબર એટેકનો પ્રયાસ હતો. દેશમુખે કહ્યું કે, મહારાષ્ટ્ર સાઈબર સેલે એક તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં મુંબઈમાં ગ્રિડ ફેલ થવા પાછળ સાયબર એટેકના સબૂત મળ્યાં છે.