મુથુટ ગ્રૂપના ચેરમેન એમ જી જ્યોર્જ મુથુટનું શુક્રવારે 5 માર્ચે સાંજે નિધન થયું છે. જ્યોર્જ મુથુટ 72 વર્ષના હતા. મુથુટ ફાઈનાન્સ દેશની સૌથી મોટી ગોલ્ડ લોન નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની છે.
એમ જી જ્યોર્જ મુથુટ તેમના પરિવારની ત્રીજી પેઢીના સભ્ય હતા, જેમણે મુથુટ ગ્રૂપના ચેરમેનનું પદ સંભાળ્યું હતું. તેઓ ઓર્થોડોક્સ ચર્ચના ટ્રસ્ટી હતા અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય પણ હતા.
એટલું જ નહીં જ્યોર્જ મુથુટ ફિક્કી કેરળ રાજ્ય પરિષદના અધ્યક્ષ પણ હતા. જ્યોર્જ મુથુટ એ 6 મલયાલી લોકોમાંથી એક હતા, જેમણે ગત વર્ષે ફોર્બ્સ મેગેઝીનની અમીરોની યાદીમાં જગ્યા પ્રાપ્ત કરી હતી.
એમ જી જ્યોર્જ મુથુટના નેતૃત્વમાં કંપનીએ દુનિયાભરમાં 5000થી વધુ શાખાઓ અને 20થી વધુ અલગ અલગ વ્યવસાયોમાં વિસ્તાર કર્યો.