ક્રિકેટમાં તો મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાથી લોકોના દિલ ઉપર રાજ કરે જ છે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પરંતુ સાથે સાથે સોશિયલ મિડીયા ઉપર પણ છવાઈ ગયા છે.
વિરાટ કોહલી સોશિયલ મિડીયાના કિંગ કહેવામાં પણ વધુ પડતુ નથી. વિરાટ કોહલીના ઇંસ્ટાગ્રામ ઉપર 100 મિલિયન એટલેકે 10 કરોડ ફોલોઅર્સ વાળા દુનિયાના પહેલા અને એકમાત્ર ક્રિકેટર બની ગયા છે. વિશ્વમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસીએ વિરાટ કોહલીને ટ્વિટ કરીને શુભકામના આપી છે.
એથલિટ્સની ઓવરઓલ યાદીમાં વિરાટ હજું ચોથા સ્થાને છે. તેની આગળના પહેલા ત્રણ ખેલાડી ફુટબોલર છે. જેમાં સૌથી પહેલા નંબરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. જેની પાસે 26.5 કરોડ ફોલોઅર્સ છે. બીજા નંબરે લિયોનેલ મેસી છે જેની પાસે 18.6 કરોડ લોકોનો ફેંસ ફોલોઅર્સ છે અને ત્રીજા નંબરે 14.7 કરોડ ફોલોઅર્સ સાથે બ્રાઝિલના નેમારના નામે છે. જ્યારે વિરાટ કોહલીએ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.