રિયાદ, નવી દિલ્હી, 28 જુલાઈ સાઉદી-અરબ વહીવટીતંત્ર દ્વારા તેના નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે, “જો તેઓ કોરોનાની રેડ લિસ્ટમાં સમાવિષ્ટ દેશોની યાત્રા કરશે તો, તેમના પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે.”
રેડ લિસ્ટમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, લેબેનોન, દક્ષિણ આફ્રિકા, તુર્કી, વિયેટનામ, સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.
હકીકતમાં, મે મહિનામાં, સાઉદી અરેબિયાના કેટલાક નાગરિકોને માર્ચ 2020 પછી પહેલી વાર અધિકારીઓની પરવાનગી વિના, વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેઓએ મુસાફરીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. અધિકારીઓએ કહ્યું કે, ” હવે જો કોઈ મુસાફરીના નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
ગૃહમંત્રાલય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, “રેડ લિસ્ટમાં સૂચિબદ્ધ દેશોમાં, સાઉદી નાગરિકોને સીધા જઇને, બીજા દેશમાંથી જતા, કોરોના રોગચાળાને કાબૂમાં ન રાખનારા દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે.”