ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપે સપાટો બોલાવી દીધો છે. કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. જ્યારે ઓવૈસીની AIMIMને અમદાવાદમાં ખાતુ ખોલવાની તક મળી છે. તથા સુરતમાં આમ આદમી પાર્ટીની પણ નોંધનીય જીત થઈ છે. ત્યારે અમદાવાદમાં ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય પર ભાજપની જીતની ઉજવણી શરુ થઈ ગઈ છે. આ ઉજવણીમાં મુખ્યંમંત્રી રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. ખાનપુર કાર્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સી.આર.પાટીલે ગૃહમંત્રી અમિત શાહને મીઠાઈ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલ અભિવાદન સમારંભમાં નવા જીતેલા કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં છે. સભામાં હાજર લોકોને પાટીલે નમન કર્યું હતું.
ભાજપના તમામ કાર્યકરોને વંદન સાથે અભિનંદન, 168નું ટાર્ગેટ હતું પણ ઓછું પડ્યું, હવે ક્યાં નબળું પાસુ રહ્યું તે શોધીને તેની પર હવે કામ કરવું જોઈએ. રાજકોટમાં 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. વર્ષ 2015નો 142 બેઠકોનો રેકોર્ડ તૂટ્યો છે. જે ઉમેદવારો સક્ષમ હતાં તેમણે જીત મેળવી છે. કેટલાક ઉમેદવારો કેમ હાર્યા તેના પર મંથન થશે. અમદાવાદ શહેરમા કેટલા વર્ષ થી ભાજપની સતા તેં અગે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અજાણ, પ્રદેશ અધ્યક્ષએ શહેર અધ્યક્ષને ચાલુ સ્પિચે પુછ્યું પડ્યું કે અમદાવાદ મનપામાં ભાજપની સતા કેટલા વર્ષ થી? કાલથી જીતેલા ઉમેદવાર, જ્યાં નથી પહોચી શક્યા ત્યાં જઈને લોકો સુધી લોકોને મળવા આપી સલાહ, કોંગ્રેસ ખતમ થઈ, એ આપણી સાનુકૂળતા છે, કોંગ્રેસની નબળાઈ પર જીતવાની ટેવ નથી પડવાની, લોકોની સેવા સાથે જીતની ટેવ પાડવી જોઈએ
અમદાવાદમાં ધાર્યું એ પરિણામ ન આવ્યું, એનો વસવસો છે.સુરતમાં આપ ઘુસી ગયું છે એનો પણ રસ્તો કાઢીશું. સુરત 120 બેઠક જીતવાનો પ્રયાસ હતો, આપ અંદર ઘુસ્યું, અમે કેવી રીતે પનારો લેવો તે જોઈશું. કોંગ્રેસને અમે હરાવવા હતા, પણ હવે સુરતમાં શુ કરવું, તે અંગે જોઈશું.