ભારત બાયોટેકની કોરોના વેક્સિન ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થી છે. કંપનીએ બુધવારે સાંજે નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી છે. ભારત સરકારે થોડા મહિના પહેલા 2 કંપનીઓનાની કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી.
હૈદરાબાદની કંપની અનુસાર ટ્રાયલમાં 28,500 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, આ ભારતમાં ક્લીનિકલ ટ્રાયલમાં સામેલ થનારાની અસ્તાય સુધીની સૌથી મોટી સંખ્યા છે. કંપનીએ ક્લીનિકલ ટ્રાયલ ઈન્ડિયન્સ કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચની મદદથી પૂરી કરી છે. કંપનીના ચેરમેન કૃષ્ણા એલ્લાએ કહ્યુ, ‘આજનો દિવસ કોરોના વિરુદ્ધ લડાઈ અને વેક્સિનની શોધમાં પાયાનો પથ્થર સાબિત થયો. ફેઝ 3ના ક્લીનિકલ ટ્રાયલના પરિણામો બાદ અમારી પાસે ફેઝ- 1, 2 અને 3ને ભેગા કરી કુલ 2,7000 લોકોના ટ્રાયલના પરિણામ છે.’
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી તે સમયે ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી ન થવા પર એક્સપર્ટ્સ અને રાજકીય પાર્ટીઓએ સવાલ ઉઠાવ્યા હતા.