Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કેદારનાથમાં મોબાઈલથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ કેદારનાથ મંદિરમાં ફોટોગ્રાફી કરનાર સામે કાર્યવાહી થશે
    India

    કેદારનાથમાં મોબાઈલથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ કેદારનાથ મંદિરમાં ફોટોગ્રાફી કરનાર સામે કાર્યવાહી થશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેદારનાથ મંદિરમાં હવે મોબાઈલ ફોનથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)તરફથી આ મામલે ધામમાં વિવિધ સ્થળોએ સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે, જાે કોઈ ભક્ત કેદારનાથ મંદિરની અંદર ફોટો ખેંચશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેદારનાથ મંદિરમાં આવતા ઘણા ભક્તો રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જેના કારણે ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી રહી છે. હાલમાં જ કેદારનાથ ધામના ગર્ભ ગૃહમાં એક મહિલાનો નોટો વરસાવતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
    બીકેટીસીએ પોલીસને એક પત્ર પણ લખીને મંદિર પરિસરમાં તકેદારી રાખવા અને વિડિયો વાયરલ કરનારાઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું. બીકેટીસીના ચેરમેને કહ્યું કે ધામમાં હજુ સુધી ક્લોક રૂમની વ્યવસ્થા નથી. ભક્તો મોબાઈલ ફોન લઈને દર્શન કરી શકશે. પરંતુ મંદિરની અંદર ફોટા અને વિડીયો લઈ શકશે નહીં, તેના પર પ્રતિબંધ છે. જાે કોઈ ભક્ત આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.