ભારે વરસાદને પગલે પાદરા તાલુકામાં શાકભાજના ભાવમાં ધરખમ વધારો જાેવા મળ્યો તમામ શાકભાજીના ભાવ ડબલ થયા છે. બિપરજાેય વાવાઝોડું અને ભારે વરસાદની અસરથી શાકભાજીના પાકમાં ભારે નુકસાન થયું છે. જેથી હાલ શાકભાજીના ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. ત્યારે વડોદરના પાદરમાં મધ્ય ગુજરાતના સૌથી મોટા માર્કેટ સરદાર શાક માર્કેટમાં પણ શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે.
સરદાર શાક માર્કેટમાં શાકભાજીના પાકની આવક ઓછી થતા ભાવમાં ભડકો થયો છે. પહેલાં વાલોળના ૮૦ રૂપિયા હતા જે વધીને હાલ એક કિલોના ૧૦૦ રૂપિયા થયા છે. જ્યારે ૮૦થી ૧૦૦ રૂપિયામાં મળતી તુવેર હાલ ૧૪૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. ત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતા સરદાર શાક માર્કેટમાંથી થતા ટ્રાન્સપોર્ટેશન પર પણ અસર જાેવા મળી રહી છે.

પહેલા બીપરજાેય વાવાઝોડાએ રાજ્યભર માં તારાજી સર્જી ત્યાર બાદ હવે ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના મહામુલા પાકને નુકશાન થવા પામ્યું ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે પાદરા તાલુકાના સરદાર શાક માર્કેટમાં શાકભાજી ઓછું આવતા શાકભાજીના ભાવ વધ્યા છે. આમ તો રાજ્યભરમાં જાણીતું અને મધ્ય ગુજરાતનું સૌથી મોટું શાક માર્કેટ સરદાર શાક માર્કેટ કે જ્યાંથી અલગ અલગ રાજ્યો સહિત વિદેશમાં પણ શાકભાજી ટ્રાન્સપોર્ટ થતું હોય છે ત્યારે પાદરાના આ શાક માર્કેટમાં શાકભાજીનો ભાવ વધ્યો છે જેમ કે શાકભાજીમાં વાલોડ -૧૦૦ રૂપિયે વેચાઈ રહી છે જેનો ભાવ અગાઉ ૮૦ રૂપિયે કિલો હતો તુવેર અગાઉ ૮૦ થી ૧૦૦ માં મળતી હતી અત્યારે ૧૪૦ રૂપિયે કિલો વેચાઈ રહી છે સાથે અલગ અલગ શાકભાજીમાં ડબલ ભાવ જાેવા મળી રહ્યો છે.

Share.
Exit mobile version