કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે રાજ્યસભામાં ભારત-ચીન વિવાદને લઈને નિવેદન આપ્યું. રાજનાથ સિંહે જાહેરાત કરી કે ભારત-ચીન વચ્ચે પેંગોંગ લેક પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંન્ને દેશોની સેનાઓ પોત-પોતાના સૈનિકોને પાછળ ખસેડશે.
રાજનાથ સિંહે જાહેરાત કરી કે, ભારત-ચીને નક્કી કર્યું છે કે, એપ્રિલ 2020 પહેલા સ્થિતિને લાગુ કરવામાં આવશે કે જે નિર્માણ અત્યારસુધી કરવામાં આવ્યું તેને હટાવી દેવામાં આવશે. જે જવાનોએ પોતાના જીવ આ દરમિયાન ગુમાવ્યા છે તેમને દેશ હંમેશા સલામ કરશે. આખુ સદન દેશની સંપ્રભુતાના મુદ્દા પર એક સાથે ઉભું છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે, LAC માં બદલાવ ના થાય અને બંન્ને દેશોની સેનાઓ પોત-પોતાની જગ્યા પર પહોચી જાય. આપણે આપણી એક ઈંચ જગ્યા પણ કોઈને લેવા દેશું નહી. રાજનાથ સિંહે જાહેરાત કરી કે, પેંગોંગના નોર્થ અને સાઉથ બેંકને લઈને બંન્ને દેશોમાં સમજૂતી થઈ છે અને સેનાઓ પાછળ હટી જશે. ચીન પેંગોંગના ફિંગર પછી જ પોતાની સેનાઓ રાખશે.
રક્ષામંત્રીએ કહ્યું કે, ચીન સરકાર દ્વારા ગત વર્ષે મોટી સંખ્યામાં ગોળા-બારૂદ એકત્ર કરવામાં આવ્યા હતા. આપણી સેનાઓએ ચીન વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. સપ્ટેમ્બરથી બંન્ને પક્ષે એકબીજા સાથે વાત કરી હતી. LAC પર સ્થિતિ પહેલા જેવી જ થાય તે જ આપણું લક્ષ્ય છે. રક્ષામંત્રીએ કહ્યું કે, ચીને 1962 ના સમયથી જ કેટલાક વિસ્તાર પર કબ્જો કર્યો છે. ભારતે ચીનને બોર્ડરની સ્થિતિ પર સંબંધોને અસર પડશે તેવી વાત કરી છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં એલાન કર્યું કે ભારત-ચીને બંને એ નક્કી કર્યું છે કે એપ્રિલ 2020થી પહેલાંની જ સ્થિતિને લાગૂ કરાશે. જે બાંધકામ અત્યાર સુધી કરાયું તેને હટાવી દેવાશે. જે જવાનો શહીદ થયા તેમને દેશ હંમેશા સલામ કરશે. આ ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દા પર એક સાથે ઉભું છે.