Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઉત્તર ભારતમાં વરસાદ અને નદીની સ્તર વધતા સમસ્યા ૪૫ વર્ષ પછી યમુનાનું પાણી તાજમહેલની દીવાલને સ્પર્શ્યું
    India

    ઉત્તર ભારતમાં વરસાદ અને નદીની સ્તર વધતા સમસ્યા ૪૫ વર્ષ પછી યમુનાનું પાણી તાજમહેલની દીવાલને સ્પર્શ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તર ભારતમાં એક તરફ અવિરત વરસાદ અને બીજી તરફ નદીઓના જળસ્તર વધવાને કારણે સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ પર્વતોમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આગ્રામાં યમુના નદી રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગઈ. ૪૫ વર્ષ પછી યમુનાનું પાણી તાજમહેલની દીવાલને સ્પર્શ્યું હતું.દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર નીચે આવ્યું છે, પરંતુ તે હજુ પણ ખતરાના નિશાન (૨૦૫.૩૩ મીટર)થી ઉપર વહી રહ્યું છે. ગઢમુક્તેશ્વરમાં પણ ગંગાનું જળસ્તર ૧૩ વર્ષ પછી પીળા નિશાનથી ઉપર છે. બ્રજઘાટમાં ગંગાનું પાણી આરતી સ્થળની નજીકના સીડીઓ પાસે પહોંચી ગયું છે. હિમાચલ પ્રદેશમાં પણ રવિવારે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

    હવામાન વિભાગની તાજેતરની આગાહીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ વાદળ ફાટવા અને અચાનક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં પણ ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી છે. કૂલ્લુના કાઈસ ગામમાં આભ ફાટવાની ઘટનાથી ફરી એકાએક પૂર આવી ગયું હતું. અહીં એકનું મોત નીપજ્યું જ્યારે બે ઘવાયા હતા. આભ ફાટવાની ઘટનાને લીધે અનેક દુકાનો વહી ગઈ હતી. ડે.કમિશનર આશુતોષ ગર્ગે કહ્યું કે લગભગ રાતે ત્રણ વાગ્યે કાઈસ ક્ષેત્રની નજીક આભ ફાટવાની માહિતી મળી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.