છેલ્લા ૩ અઠવાડિયાથી યુકેમાં ચાલી રહેલી વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં રોમાંચક મેચો જાેવા મળી રહી હતી. જેમાં ગઈકાલે ફાઈનલ યોજાયો હતો. ફાઈનલની આ મેચ કાર્લોસ અલ્કારાઝ અને નોવાક જાેકોવિચ વચ્ચે રમાઈ હતી. મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીતવા માટે બંને ખેલાડીઓ વચ્ચે જંગ જાેવા મળી હતી. વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં છેલ્લા ૪ વર્ષથી નોવાક જાેકોવિચ આ ટાઈટલ જીતી રહ્યો હતો. પરંતુ આ વખતે ૨૦ વર્ષીય યુવા ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝએ તેની પાસેથી આ ટાઈટલ છીનવી લીધું હતું.
કાર્લોસ અલ્કારાઝનું આ પહેલુ વિલ્બલ્ડન ટાઈટલ છે. તેના કરિયરનું આ બીજુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. અગાઉ કાર્લોસ અલ્કારાઝ ફ્રેન્ચ ઓપનમાં જાેકોવિચને હરાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ફાઈનલ મેચના પહેલા સેટમાં જાેકોવિચ ૬-૧થી જીત મેળવી હતી. બીજા સેટમાં કાર્લોસ અલ્કારાઝે શાનદાર વાપસી કરીને ૬-૧થી જ જાેકોવિચને હરાવ્યો. ત્રીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે ભારે ટક્કર જાેવા મળી, પણ ત્રીજા સેટમાં જાેકોવિચની ૬-૩થી જીત થઈ. ચોથા સેટમાં ફરી યુવા ખેલાડી કાર્લોસ અલ્કારાઝે અંતિમ સેટમાં ૬-૪થી હરાવીને ફાઈનલ મેચમાં જીતીને વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતું.
