કોરોના મહામારીના કારણે બંધ થયેલી દેશભરની રેગ્યુલર ટ્રેનો પૈકી કેટલીક ટ્રેનો સ્પેશિયલ ટ્રેન તરીકે વધો ભાડાથી ચાલુ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પશ્ચિમ રેલવે દ્વારા અગાઉ જામનગર – વડોદરાની સીધી ટ્રેન ન હતી તેવી જામનગર – વડોદરા – જામનગર સ્પે. સુપર ફાસ્ટ ટ્રેન તા. ૧લી માર્ચથી સપ્તાહના પાંચ દિવસ શરૂ કરવામાં આવનાર છે. આ ટ્રેન માટે પણ ટિકિટ અગાઉથી જ લેવાની રહેશે.
રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ આ ટ્રેન નંબર ૦૨૯૬૦/૦૨૯૫૯ જામનગર-વડોદરા-જામનગર સુપરફાસ્ટ સ્પેશ્યલ (અઠવાડિયામાં ૫ દિવસ) પૈકી ટ્રેન નંબર ૦૨૯૬૦ જામનગર- વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ, રવિવાર અને બુધવાર સિવાય અઠવાડિયાના ૫ દિવસ સવારે ૦૪.૪૫ વાગ્યે જામનગરથી ઉપડશે અને તે જ દિવસે સવારે ૦૬.૦૦ વાગ્યે અને વડોદરા બપોરે ૧૨.૩૦ વાગ્યે પહોંચશે.
જામનગર સુપરફાસ્ટ સ્પેશ્યલ વડોદરાથી અઠવાડિયાના ૫ દિવસ રવિવાર અને બુધવાર સિવાય બપોરે ૧૫.૫૦ વાગ્યે ઉપડશે, તે જ દિવસે રાત્રે ૨૧.૫૬ કલાકે રાજકોટ અને જામનગર રાત્રે ૨૩.૩૫ કલાકે પહોચશે.આ ટ્રેન આવતા જતાં બંને ટ્રિપમાં આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાણે, વાંકાનેર, રાજકોટ અને હાપા સ્ટેશનો રોકાશે. ટ્રેનમાં એસી એક્ઝિક્યુટિવ ચેરકાર, ચેરકાર અને દ્વિતીય વર્ગ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે. બુકિંગ કાલ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન આરક્ષિત ટ્રેન તરીકે દોડશે.