Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મધ્ય પ્રદેશમાંથી શરમજનક ઘટના સામે આવી પાણીની બોટલમાં પેશાબ ભરીને છાત્રાઓને આપી
    India

    મધ્ય પ્રદેશમાંથી શરમજનક ઘટના સામે આવી પાણીની બોટલમાં પેશાબ ભરીને છાત્રાઓને આપી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 20, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મધ્ય પ્રદેશના મંડલા જિલ્લાના બિછિયા વિકાસખંડમાં આવેલ લફરા ગામની હાયર સેકેન્ડરી વિદ્યાલયમાં ભણતી છાત્રાઓને પાણીની બોતલમાં પેશાબ ભરીને આપવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. આ મામલામાં પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે અને અજ્ઞાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચુકી છે, આ ઉપરાંત બુધવારે કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે ઉપરાંત બિછિયા વિધાનસભાના ધારાસભ્ય નારાયણ સિંહ પટ્ટા અને નિવાસ વિધાનસભાના ધારાસભ્ય ડો. અશોક મર્સકોલે આ સ્કૂલમાં પહોંચવાથી રાજકીય ઘમાસાણ શરુ થઈ ગયું છે. બિછિયા ધારાસભ્ય નારાયણ સિંહ પટ્ટાએ જબરદસ્ત આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, મધ્ય પ્રદેશમાં જ આવી ઘટનાઓ કેમ થઈ રહી છે? આ ચિંતાનો વિષય છે. સ્કૂલ સાથે જાેડાયેલ હોવાના કારણે આ કિસ્સો વધારે સંવેદનશીલ થઈ ગઈ છે.

    નિવાસ ધારાસભ્ય અશોક મર્સકોલે પણ આ મામલાની તપાસ સુક્ષ્મતાથી કરાવવાની વાત પર ભાર આપ્યું છે. કાલે દિવસ ભર લફરામાં આવેલી શાળામાં હોબાળોનો માહોલ જાેવા મળ્યો હતો. જનપ્રતિનિધિઓ પહોંચ્યા બાદ આખું ગામ સ્કૂલમાં એકઠું થઈ ગયું હતું. આ તમામ લોકોએ દોષિતો પર કાર્યવાહી કરવાની માગ કરી છે અને જનપ્રતિનિધિઓની સમક્ષ જબરદસ્ત આક્રોશ જાેવા મળ્યો છે. કેન્દ્રીય ફગ્ગન સિંહ કુલસ્તે તમામ છાત્ર-છાત્રાઓ અને તેમના સ્વજનો સાથે મળ્યા અને તેમને આ મામલામાં કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Asaduddin Owaisi: ઓવૈસીએ બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે લઘુમતીઓનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ

    December 29, 2025

    SIR: મતદાર યાદી સુધારણામાં મોટો ખુલાસો: NCRમાં લાખો મતદારો ASD અને અનમેપ્ડ છે

    December 27, 2025

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.