ઉત્તર પ્રદેશની વિધાનસભાના ગેટ નંબર 7ની પાસે અચાનક ગોળી ચાલવાથી હાહાકાર મચી ગયો. શંકાસ્પદ સ્થિતિમાં ગોળી ત્યાં તહેનાત પોલીસ જવાન નિર્મલ ચૌબેને લાગી. તેઓ વિધાનસભા ડ્યૂટી પર તહેનાત હતા. તેમને સારવાર માટે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે ગોળી મારીને આત્મહત્યા કરી છે. નિર્મલ ચૌબે બંથરા પોલીસ સ્ટેશનથી વિધાનસભા ડ્યૂટીમાં તહેનાત હતા.
ગોળી લાગતા જ તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા અને સારવાર કરવામાં આવી, પરંતુ આ દરમિયાન તેમનું મોત થઈ ગયું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં તેમણે બીમારીના કારણે આ પગલું ઉઠાવ્યું હોવાની વાત કહી છે. ચોબૈએ મુખ્યમંત્રીને સંબોધિત કરતા પત્ર લખ્યો છે, જેમાં તેમણે સીએમને બાળકોનું ધ્યાન રાખવાની વાત કહી છે. જો પોલીસ અત્યારે સુસાઇડ નોટની તપાસ કરી રહી છે.
અકસ્માત બાદ પોલીસ કમિશનર ડી.કે. ઠાકુરે જણાવ્યું કે, સબ ઇન્સપેક્ટર નિર્મલ કુમાર ચૌબે 53 વર્ષના હતા અને તેઓ ચોલાપુર, બારા જિલ્લાના રહેવાસી હતા. તેમની ડ્યૂટી ગેટ નંબર 7 પર લગાવવામાં આવી હતી. અચાનક દિવસમાં 3.03 વાગ્યે ગોળી ચાલવાનો અવાજ આવ્યો, ત્યારબાદ અન્ય પોલીસ કર્મચારીઓએ ત્યાં જઈને જોયું તો તેઓ ઢળી પડેલા જોવા મળ્યા. તેમને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમણે દમ તોડ્યો.
ઠાકુરે જણાવ્યું કે, તેમની પાસેથી સુસાઇડ નોટ મળી છે, જે તેમણે મુખ્યમંત્રીજીને લખી છે, જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે મારી તબિયત ખરાબ છે અને હું જઈ રહ્યો છું. કમિશનર ડી.કે. ઠાકુરે જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નિર્મલ કુમાર ત્યાં બેઠેલા હતા અને ત્યારબાદ અચાનક તેમણે પોતાને ગોળી મારી દીધી. આ દરમિયાન ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર નહોતો.