મુંબઈની નજીક 170 કિલોમીટર દુર અરબ સાગરમાં શનિવારે એક ઓફશોર સપ્લાઈ જહાજ ગ્રેટશિપ રોહિણીમાં ભયંકર આગ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. તો સાથે સાથે ભારે આગ લાગતા ત્રણ નૌસેનિકો ગાયબ થઈ ગયા છે. હાલ આગ પર કાબૂ મેળવવા માટે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજ અને વિમાન તૈનાત કરવામાં આવ્યા છે. આઈસીજીની તરફથી જણાવવામાં આવ્યું છે કે ચાલક દળના વ્યક્તિને ઈજાગ્રસ્ત થતા તેનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ભારતીય તટરક્ષકના પ્રવક્તા મુજબ શનિવારે ગ્રેટશિપ રોહિણીમાં એ સમયે વિસ્ફોટ થયો હતો જ્યારે તે ઓએનજીસીના બોમ્બે હાઈ એનક્યૂ પ્લેટફોર્મની નજીક પહોંચ્યુ હતું. સૂચના મળતા જ આઈસીજીના એક પેટ્રોલિંગ જહાજને ઘટના સ્થળે મોકલી દીધું હતું અને એક આઈસીજી ડોર્નિયર વિમાનને પણ રવાના કરવામાં આવ્યું હતું.
આઈસીજી જહાજ શનિવારે બપોરે અંદાજીત 1.30 વાગ્યે આગ લાગેલા જહાજની નજીક પહોંચી ગયા હતા. જ્યારે અન્યએક જાહજ એમવી અલ્બાટ્રોસ-5 ગ્રેટશિપ રોહિણીને એનક્યૂઓ ઓએનજીસી પ્લેટફોર્મથી ખેંચીને દૂર લઈ જવામાં આવ્યું હતું.