અમેરિકામાં રહેતો એક શ્વાન કરોડપતિ બની ગયો છે. આપને પ્રશ્ન થશે કે આખરે એક શ્વાન કેવી રીતે કરોડપતિ બની ગયો? તો આવો જાણીએ આખી સ્ટોરી…
અમેરિકાના નૈશવિલે શહેરમાં એક શ્વાનના માલિકે તેના માટે 50 લાખ ડોલર એટલે કે 36 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છોડી છે. માલિકનો શ્વાન સાથેનો આ પ્રેમ જોઈને સૌ કોઈ હેરાન થઈ ગયું છે. શ્વાનના નામે લગભગ 36 કરોડ રુપિયાની પ્રોપર્ટી છે તે શ્વાનનું નામ લુલુ છે. આ લુલુ બોર્ડર કોલી જાતનો છે.
લુલુનો માલિક તેને ખુબ પ્રેમ કરે છે. આ શ્વાનની દેખરેખ માટે માલિકે એક મહિલાને કામ પર રાખી છે. જેને દર મહિને પગાર પણ આપવામાં આવે છે. માર્થા બર્ટન જે શ્વાનની દેખરેખ રાખે છે તેણે જણાવ્યું કે લુલુના માલિક બિલ ડોરિસ એક સફળ બિઝનેસમેન હતા. અને 2020માં તેમનું મૃત્યુ થયું.
માર્થાએ વધુમાં જણાવ્યું કે બિલ ડોરિસે પોતાની વસિયતમાં લુલુની દેખરેખ માટે રકમ જમા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બિલ ડોરિસ પોતાના શ્વાનને ખુબ પ્રેમ કરતા હતા. બિલ ડોરિસને એ વાતનો કોઈ અંદાજ નહોતો તેની દેખરેખમાં આટલી તગડી રકમની જરૂર પડશે કે નહીં.