સુરતમાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સચિન સ્ટેશન પાસે ટેમ્પોમાં રમી રહેલી બાળકી નીચે પટકાઈ હતી. ત્યારબાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જાેકે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મોટી દીકરીનું મોત થતાં માતાના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન થઇ ગયો હતો. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર મૂળ યુપીના રહેવાસી અખિલ ચૌહાણ છેલ્લા ૧૨ વર્ષથી સુરતમાં સચિન કનસાડ રોડ પર રહે છે. સચિન સ્ટેશન પાસે શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં પત્ની અને બે દીકરી છે. ૩ વર્ષની શિવાની પરિવારની મોટી દીકરી હતી. ટેમ્પોમાં રમતા સમયે પડી જતા ઇજા થઇ હતી.ગત ૪ ઓગસ્ટના રોજ માતા પિતા શાકભાજીની લારી પર હતા અને શિવાની નજીકમાં રહેલા ટેમ્પોમાં રમી રહી હતી. આ દરમિયાન નીચે પડી ગઈ હતી. જેથી માથાના ભાગે ઇજા થઇ હતી.

એક દિવસ કઈ થયું ન હતું. આ દરમિયાન બીજીવાર ચાલતા ચાલતા પડી ગઈ હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ૬ ઓગસ્ટના રોજ બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ૪ દિવસ મોત સામે લડી બાળકી હારી ગઈ હતી અને દમ તોડી દીધો હતો. બાળકીના મોતના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી હાલ પોલીસે બાળકીના પોસ્ટમોર્ટમ કરાવવા મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડ્યો છે. આ સાથે પરિવારના નિવેદન પણ લીધા છે. શિવાની પરિવારની મોટી દીકરી હતી. શિવાનીનું પડી ગયા બાદ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે દીકરીના મોતના પગલે માતાના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન થઇ ગયો હતો. હાજર સૌ કોઇના હદય પણ દ્રવી ઉઠ્‌યા હતા.

Share.
Exit mobile version