હાર્ટએટેક હવે એક ડરાવણી બીમારી બની ગઈ છે. ગુજરાતમાં રોજ કોઈને કોઈ ખૂણેથી કોઈના હાર્ટએટેકથી મોતના સમાચાર આવ્યા છે. અરવલ્લીમાં ક્રિકેટ રમતા ૨૦ વર્ષીય યુવાનનું મોત થયુ છે. મોડાસા પર્વ સોનીનું ક્રિકેટ રમતા હૃદય બેસી ગયુ હતું. તેને સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો. પર્વ સોની એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીના તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનના મોતથી તેના પરિવાર પર આભ ફાટ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૫થી ૭ વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનુ કહેવુ છે કે, કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યા છે. છેલ્લા ૧૦ દિવસથી ઠંડીનું જાેર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જાેઈએ. જાે વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જાેઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જાેઈએ.
વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. ઉૐર્ંના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં ૧.૨૮ અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી ૪૬ ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૨૦ થી ૩૦ વચ્ચે જાે આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જાેખમ ઘટાડી શકાય છે.
વર્તમાન સમયમાં નાની ઉંમરથી જ વ્યક્તિને તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. આના કારણે શરીરના ભાગમાં સોજા આવવા લાગે છે. જાે વ્યક્તિને તણાવ કે ડિપ્રેશનની સમસ્યા હશે તો અંદરના ભાગમાં સોજા પણ હશે. આ માટે સૂવાના સમય નક્કી કરો અને પૂરતી ઊંઘ લો. વ્યક્તિને હમેશા પોતાને વ્યસ્ત રાખવું જાેઈએ.