Financial Inclusion
દેશની મહિલાઓ નાણાકીય ક્ષેત્રમાં વધુ સશક્ત બની રહી છે. તાજેતરના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ બચત, લોન અને વીમા જેવી નાણાકીય સેવાઓમાં મોટી સંખ્યામાં ભાગીદારી કરી રહી છે. ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં આ વૃદ્ધિ નોંધપાત્ર જોવા મળી છે.
વીમા અને લોનમાં વૃદ્ધિ
22% વધારે મહિલાઓએ વીમો લીધો છે, ખાસ કરીને આરોગ્ય, જીવન અને અકસ્માત કવરેજ.
65% મહિલાઓ તબીબી ખર્ચ, ઘર સમારકામ, શિક્ષણ અને કૃષિ રોકાણ માટે લોન લેવાનું પસંદ કરે છે.
મહિલાઓ લોન લેતી વખતે અન્ય મહિલાઓ પર વધુ વિશ્વાસ રાખે છે, જેના કારણે મહિલા એજન્ટો પણ નાણાકીય સેવાઓ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
મહિલાઓ અને રોકડ વ્યવહાર
સર્વેમાં વધુ એક રસપ્રદ વાત બહાર આવી કે 90% મહિલાઓ મુખ્યત્વે રોકડ ઉપાડ માટે મહિલાઓ દ્વારા સંચાલિત રિટેલ સ્ટોર્સની મુલાકાત લે છે.
સૌથી સામાન્ય ટ્રાન્ઝેક્શન રકમ ₹1,000થી ₹2,500 વચ્ચે હોય છે.
મહિલાઓ નાણાકીય સલાહ માટે અન્ય મહિલાઓ પર વધુ આધાર રાખે છે.
ડિજિટલ સશક્તિકરણ તરફ આગળ
PayNearbyના એમડી અને સીઈઓ આનંદ કુમાર બજાજ નું માનવું છે કે મહિલાઓ માત્ર પોતાનું નાણાકીય ભવિષ્ય સુરક્ષિત કરી રહી નથી, પરંતુ સમુદાયને પણ મજબૂત બનાવી રહી છે.
ડિજિટલ અને નાણાકીય સેવાઓમાં મહિલાઓની સક્રિયતા વધવાથી સમગ્ર ઈકોસિસ્ટમમાં સુધારો થઈ રહ્યો છે.
વીમા, બચત અને લોનમાં વૃદ્ધિ મહિલાઓની નાણાકીય જાગરૂકતા અને સ્વતંત્રતાની દિશામાં મોટો બદલાવ દર્શાવે છે.