હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને આવતી કાલે એટલે કે રવિવારે દમણ-દાદરા નગર હવેલી, દાહોદ,મહીસાગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જાેવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને પૃવ સહિત મધ્ય ગુજરાતમાં સવારથી વરસાદ ઝાપટા જાેવા મળ્યા હતા. તો ગાંધીનગર જિલ્લામાં પણ સવારથી ઝરમર વરસાદ જાેવા મળી રહ્યો છે.
બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી સંસ્થા સ્કાયમેટના અનુમાન અનુસાર, ગુજરાતમાં ૨૭ કે ૨૮ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત્‌ પ્રારંભ થઇ શકે છે. ચોમાસાના પ્રારંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
આગામી પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે સરેરાશ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીથી ઘટે તેવી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી ૨૮ જૂનથી વરસાદની સંભાવના ૬૦ ટકાથી ૭૫ ટકા વચ્ચે છે.

Share.
Exit mobile version