અમદાવાદ ગ્રામ્યમાં આવેલ અસલાલી પોલીસને એક સફળતા હાથ લાગી છે. જેમાં બાઇક ચોરીના ગુનામાં ફરાર એક આરોપીની બાઇક સાથે ધરપકડ કરી લેવામાં આવી છે.
મહત્વનું છે કે, અસલાલી વિસ્તારમાંથી ચોરી કરવામાં આવેલી બાઈકને આરોપીએ એવી જગ્યા છુપાવી દીધી હતી કે પોલીસને બહાર કાઢતા નાકેદમ આવી ગયો હતો.અસલાલી વિસ્તારમાંથી ગત મે મહિનામાં ૧.૨૫ લાખનું બાઈકની ચોરી થઇ હતી. આ બાઈક ચોરીની ફરિયાદ રાજેન્દ્ર કુમાર મિસ્ત્રી જે મહેમદાવાદ ના રેહવાસી છે, તેમણે અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બાઈક ચોરી બાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી.
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી દિનેશ બારીયા જે મૂળ રાજસ્થાનના કેલાવાડ ગામ,તાલુકા ખેરવાડા જિલ્લા ઉદેપુરનો રહેવાસી છે, તેણે આ બાઈકની ચોરી કરી છે. તપાસમાં સામે આવ્યું કે, બાઈક ચોરી કર્યા બાદ આરોપી આ બાઈકને લઈને પોતાના ગામ જતો રહ્યો હતો અને પોલીસ આ બાઈકને કબજે ના કરી શકે તે માટે તેણે પોતાના ઘરની પાછળ આવેલી જમીનમાં આ બાઈકને દાટી દીધું હતું. પરંતુ પોલીસે તપાસ બાદ જમીનમાંથી તે બાઇકને કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા ત્યાં જઈને બાઈક કબ્જે કરવામાં આવ્યું હતું. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે, આરોપીએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ અને આ બાઈક ચોરી પાછળ તેની સાથે મદદ કરવા માટે અન્ય કોઈ સામેલ હતું કે કેમ? હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. જાેકે, તપાસ બાદ અન્ય ખુલાસા સામે આવી શકે છે. હાલ તો આ કિસ્સા બાદ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.