Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૧૨ જુલાઈથી ભારત-વેસ્ટઈન્ડિઝ પ્રથમ ટેસ્ટ વિરાટ દ્રવિડ સાથેની તસવીર પોસ્ટ કરીને ભાવુક થયો
    India

    ૧૨ જુલાઈથી ભારત-વેસ્ટઈન્ડિઝ પ્રથમ ટેસ્ટ વિરાટ દ્રવિડ સાથેની તસવીર પોસ્ટ કરીને ભાવુક થયો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૧૨ જુલાઈથી ટેસ્ટ સિરીઝ રમાશે. આ ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ તેના કોચ રાહુલ દ્રવિડ સાથે સોશ્યલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે, જે ક્રિકેટ ચાહકોમાં હલચલ મચાવી રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ડોમિનિકામાં રમાશે. આ સ્થિતિમાં કોહલીએ દ્રવિડ સાથેની પોસ્ટ શેર કરી અને લખ્યું કે, માત્ર બે ખેલાડીઓ ૨૦૧૧માં ડોમિનિકામાં રમાયેલી છેલ્લી ટેસ્ટનો ભાગ હતા. ક્યારેય વિચાર્યું ન હતું કે આ સફર આપણને વિવિધ ક્ષમતાઓમાં અહીં પાછા લાવશે. ખૂબ આભારી.

    ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે વર્ષ ૨૦૧૧માં ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમી હતી. તે મેચમાં કોહલી અને દ્રવિડ ખેલાડીઓ તરીકે એકસાથે ટીમનો ભાગ હતા. હવે ૧૨ વર્ષ બાદ ભારતીય ટીમ ફરી એકવાર ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આ વખતે કોહલી એક ખેલાડી તરીકે ટીમનો ભાગ છે જ્યારે દ્રવિડ કોચ તરીકે ટીમની સાથે છે. આ જ કારણ છે કે ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા કોહલી દ્રવિડ સાથેની ફોટો શેર કરતા ભાવુક જાેવા મળ્યો હતો.દ્રવિડ સાથે શેર કરેલી આ ફોટો પર કોમેન્ટ કરતાં હરભજન સિંહે કોહલીને શુભેચ્છા પાઠવી હતી. કોહલી વર્ષ ૨૦૧૧ ટેસ્ટ સિરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ ગયો હતો, તે ટેસ્ટ સિરીઝ કોહલીની
    ડેબ્યુ ટેસ્ટ સિરીઝ હતી. કોહલીએ ડોમિનિકા ટેસ્ટ મેચમાં ૩૦ રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ૨ ટેસ્ટ મેચ, ૩ વન-ડે અને ૫ મેચની ટી૨૦ સિરીઝ રમશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Maharashtra Municipal Council Elections: 2 ડિસેમ્બરે મતદાન છે, પરંતુ ભાજપે ઘણા વોર્ડમાં ઉમેદવારી પત્રો ભર્યા છે

    November 22, 2025

    Job 2025: RRB ભરતી 2025, નવી અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર છે

    November 18, 2025

    Job 2025: AIIMS માં નોકરી મેળવવાની સુવર્ણ તક: ડિસેમ્બર સુધીમાં અરજી કરો, પાત્રતા માપદંડ જુઓ

    November 15, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.