બોલીવુડની હોટ એક્ટ્રેસ મૌની રોય આ દિવસોમાં અક્ષય કુમાર, દિશા પટની અને સોનમ બાજવા સહિત ઘણા સ્ટાર્સ સાથે એન્ટરટેઇનમેન્ટ ટૂર પર નીકળી છે. તે જ સમયે, આ ટૂર દરમિયાન, તેણે તાજેતરમાં તેના ખૂબ જ હોટ અને સિઝલિંગ ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોમાં મૌની બિકીનીમાં ફોટોશૂટ કરાવતી જાેવા મળે છે. મૌનીના આ બિકીની ફોટોઝ પર ફેન્સ ફિદા થઇ રહ્યા છે, પરંતુ તેની સાથે આ દિવસોમાં તેની ખાસ દોસ્ત બની ગયેલી દિશા પટની પણ ફિદા થઈ રહી છે. દિશાએ મૌનીના આ ફોટોઝને હોટ ગણાવ્યા છે. મૌની રોયે તેના બોલ્ડ બિકીની ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી દીધા છે. તેણે આ તસવીરો મિયામી બીચ પર ક્લિક કરાવી હતી. તેના આ લેટેસ્ટ ફોટોઝમાં, મૌની ફ્લોરલ બિકીની અને સનગ્લાસ પહેરીને ફોટોશૂટ માટે સિઝલિંગ પોઝ આપતી જાેવા મળે છે. આ ફોટોશૂટમાં મૌની રોયે પોતાના ફિટ બોડીને શાનદાર અંદાજમાં ફ્લોન્ટ કરી છે. મૌની રોયના આ બિકીની ફોટોઝને જાેઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે ઘણા લોકોએ મૌનીના વખાણ કર્યા છે.
મૌનીના આ લુક પર તેને સ્પેશિયલ ફ્રેન્ડ દિશા પટનીની ધમાકેદાર કોમ્પ્લિમેન્ટ પણ મળી છે. કોમેન્ટ કરતાં દિશાએ લખ્યું- ર્જી ૐર્ં! આ દિવસોમાં મૌની દિશા સાથે ઘણી તસવીરો શેર કરતી જાેવા મળે છે. બંનેના બોન્ડિંગની સાથે આ ફોટોઝમાં બોલ્ડ અવતાર પણ જાેવા મળી રહ્યો છે. દિશા પટની અને મૌની રોયની દોસ્તી ઘણી ચર્ચામાં છે. આ બંનેની એક પછી એક ઘણી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં મૌની રોય અને દિશા પટની એકબીજા પર પ્રેમ વરસાવતી જાેવા મળી રહી છે. આ તસવીરોમાં દિશા પટની બિકીની ટોપ પહેરેલી જાેવા મળી રહી છે. ત્યાં મૌની રોય વન પીસ ડ્રેસમાં જાેવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં મૌની અક્ષય કુમાર, દિશા પટની અને સોનમ બાજવા જેવા તમામ સ્ટાર્સ સાથે એન્ટરટેઈનમેન્ટ ટૂર પર ગઈ છે. જેમાં તે આખી દુનિયામાં પરફોર્મન્સ આપી રહી છે અને ફેન્સને એન્ટરટેઇન કરતી જાેવા મળે છે.