કેન્દ્રશાસિત દમણ લિકર ફ્રી પ્રદેશ છે. ત્યારે દર વર્ષે ગુજરાતના હજારો પ્રવાસીઓ વર્ષના અંતિમ દિવસ એટલે કે ૩૧જં નાઈટ પાર્ટીની મજા માણવા દમણમાં પઘારે છે. દમણમાં આ વર્ષે પ્રશાસન દ્વારા ૩૧જં ને ધ્યાને રાખી રાત્રીના ૧૧ વાગ્યા બાદ નાઈટ કરફ્યુ અમલમાં મુકાયો છે. સમયમર્યાદાને કારણે ૧૨ વાગ્યે નવા વર્ષને વેલકમ કરવા યોજાતી ફેમસ ડ્ઢત્ન નાઈટ પાર્ટી પર ગ્રહણ લાગ્યું છે. હોટેલ સંચાલકોએ કોવિડ ગાઈડલાઈનને પગલે પ્રવાસીઓનું બુકિંગ લેવાનું માંડી વાળી સીમિત આયોજન સાથે જ ઉજવણી કરવી પડશે તેવી ઘોષણા કરી છે. દર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા પ્રવાસન સ્થળ દમણની હોટેલોમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડે છે. ૩૧જં નાઈટ પાર્ટીમાં શરાબ, સી-ફૂડ, વેજ-નોનવેજ વાનગીઓની લિજ્જત અને ડ્ઢત્નના તાલે ઝૂમવા આવતા પ્રવાસીઓ આ દિવસોમાં ૨ કે ૩ દિવસના પ્રવાસે આવે છે. લોકો નવા વર્ષ માટે નાઈટ કરફ્યુમાં ફેરફાર થાય તેવી સરકાર પાસે આશા રાખી બેસ્યા છે. આ વખતે દમણની હોટેલોમાં ૩૧જં નાઈટ પાર્ટીના આયોજન અંગે કોવિડ ગાઈડલાઈનના કારણે અસમંજસભરી સ્થિતિનું નિર્માણ થયું છે. હોટેલ સંચાલકો અને પ્રવાસીઓ પ્રશાસનની નાઈટ કરફ્યુ ગાઈડલાઈનમાં ફેરફર થાય તે માટે કાગડોળે રાહ જાેઈ રહ્યા છે. દમણમાં ૩૧જં ડ્ઢત્ન નાઈટ પાર્ટીનું આયોજન મુલત્વી રખાયું છે. સંઘપ્રદેશ દમણમાં દર વર્ષે ગુજરાતના સુરત, અમદાવાદ, વડેદરા જેવા જિલ્લાઓમાંથી અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પ્રવાસીઓ ૩૧જં નાઈટ પાર્ટીની મજા માણવા પહોંચતા હોય છે. ૩૧જં નાઈટ પાર્ટીની પૂર્વ તૈયારીના ભાગરૂપે દમણની તમામ હોટેલમાં પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક વેરાયટીસભર વાનગી સાથે અન્ય સુવિધાની ઓફર કરતા પેકેજની જાહેરાત કરવામાં આવે છે. હોટેલોને રંગબેરંગી રોશનીથી શણગારી, વર્ષના અંતિમ દિવસ નિમિતે ૧૨ વાગ્યા સુધી ડ્ઢત્નના તાલે પ્રવાસીઓ ઝૂમી શકે તેવો પ્રબંધ કરવામાં આવે છે. દમણમાં આ વખતે ૩૧જં નાઈટ પાર્ટીના તમામ આયોજનો પર બ્રેક લાગી
છે.
તેનું કારણ છે, દમણ પ્રશાસન દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી રાત્રીના ૧૧ વાગ્યા બાદ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. એટલે હોટેલોમાં પણ ૧૨ વાગ્યા સુધી થતી ડ્ઢત્ન પાર્ટી અને લિકર, વેજ નોનવેજ વાનગીઓનું આયોજન કરવાનું હોટેલ સંચાલકોએ ટાળ્યું છે. હોટેલ સંચાલકોનું કહેવું છે કે, પ્રસાશનની ગાઈડલાઈન મુજબ ૧૨ વાગ્યે પાર્ટી કરવી શક્ય નથી. આ સાથે વધુ પ્રવાસી એકઠા કરવા પણ શક્ય નથી. એટલે આ વર્ષે ૧૧ વાગ્યા સુધી જ હોટેલમાં આવેલા પ્રવાસીઓ માટે લાઈટ, મ્યુઝિક અને ખાણી-પીણીની વ્યવસ્થા કરી છે. પ્રવાસીઓ અહીં ફરવાની સાથે છપ્પન ભોગનો સ્વાદ લે છે. દમણમાં વર્ષના અંતિમ સપ્તાહમાં આવતા પ્રવાસીઓ દેવકા બીચ પર અને મોટી દમણ લાઈટ હાઉસ, જામપોર બીચ પર દરિયા કિનારે ફરી યાદગાર ક્ષણ બનાવે છે. આ સાથે અહીંની પોર્ટુગીઝ ધરોહરને નજરો નજર જુવે છે અને જે તે હોટેલમાં રોકાણ કરી શરાબ, સી-ફૂડ વાનગીઓનો રસ લે છે. દર વર્ષની જેમ દમણની તમામ હોટેલોમાં ૩૧જં નાઈટ પાર્ટીને લઈને પ્રવાસીઓ બુકિંગ માટે તેમજ પાર્ટીના આયોજન અંગે ઇન્કવાયરી કરી રહ્યા છે. હોટેલ સંચાલકો હાલની પરિસ્થિતિ વર્ણવી કહે છે કે, જાે પ્રશાસન દ્વારા ગાઈડલાઈનમાં ફેરફાર કરવામાં આવશે તો જ બુકિંગ સ્વીકારાશે. સાથે જ કોરોના મહામારીમાં સાવચેતી રાખી હાલમાં હોટેલમાં રોકાયેલા અથવા રોકાવા આવનાર પ્રવાસીઓને પણ સહકાર આપવા અપીલ કરી રહ્યા છે તેવું હોટલ એસોસિયેશનના પ્રમુખ ગોપાલ ટંડેલે જણાવ્યું.