ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા, તેની અસર ગુજરાતમાં બે થી ત્રણ દિવસ બાદ અનુભવાઈ રહી છે, હવામાન ખાતાની આગાહી જણાવે છે કે, આ વર્ષે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી શકે તેમ જણાઈ રહ્યું છે. ગુજરાતમાં ઉત્તર તરફના પવન ચાલવાના લીધે કચ્છના નલિયામાં ઠંડીનો પારો 6 ડીગ્રી ઘટતા હાડ થીજાવતી ઠંડીનો પ્રારંભ થઈ ચુક્યો છે, જાણવા મળે છે કે, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તુટ્યો છે, હાલમાં તાપમાન 2.5 ડીગ્રી નોંધાયું હતું. કહેવામાં આવે છે કે નલિયામાં વર્ષ 1964 માં ડીસેમ્બર મહિનામાં રેકોર્ડ બ્રેક ઠંડી 0.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું, નલિયામાં ડીસેમ્બર મહિનામાં આટલી ઠંડી ક્યારેય પડી નથી. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકો તાપણા કરતા નજરે પડી રહ્યા છે. કહેવામાં આવે છે કે, અમદાવાદમાં 22 ડિસેમ્બર બાદ જ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળે છે પરંતુ આ વર્ષે ડિસેમ્બર માજ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી ઠંડીનું જોર વધતાની સાથે જ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે, દિવસે પણ હવે લોકો ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળી રહ્યા છે. રાજ્યના ભાવનગર માં તો ઠંડી વધવાના કારણે સાંજ પડતાની સાથે જ જાણે કે, શહેરમાં લોકો સ્વયંભુ કર્ફ્યું પાળતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વર્ષો પહેલા વર્ષ 1983 ની 27 ડિસેમ્બરનાં રોજ તાપમાન 3.6 નોંધાયું હતું, ગયા વર્ષે અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં 10.2 ડીગ્રી નોંધાયું હતું. હાલમાં તાપમાન 17.1 ડીગ્રી નોંધાયું છે.