ચમોલીમાં હજુ પણ કેટલાક લોકો ટનલમાં ફસાયેલા છે, ટનલને ખોલવા માટે ભારે મશીનરી લગાવવામાં આવી
નવી દિલ્હી,તા.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી ભારે નુકસાન થવાના કારણે અત્યાર સુધી ૧૪ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે ૧૫૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ઉત્તરાખંડમાં ભારે નુકસાનને જાેતાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા કિનારાના તમામ જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આવેલી તબાહી બાદ રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચમોલીમાં હજુ પણ કેટલાક લોકો ટનલમાં ફસાયેલા છે. ટનલને ખોલવા માટે ભારે મશીનરી લગાવવામાં આવી છે. રાત્રે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રહ્યું. કેન્દ્ર સરકારે કહ્યું કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી પ્રભાવિત નદીના જળ સ્તરમાં પણ વૃદ્ધિ થઈ છે. જાેકે, નીચાણવાળા વિસ્તારોના ગામોને કોઈ તકલીફ નથી પડી. હવે રાજ્યના અન્ય ગામો અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ માટે કોઈ ખતરો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારોને પીએમએનઆરએફથી બે-બે લાખ રુપિયા અને ગંભીર રીતે ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતએ કહ્યું કે આ ઘટનામાં જે લોકોના મોત થયા છે, તેમના પરિવારોને રાજ્ય સરકાર ૪-૪ લાખ રૂપિયા વળતર તરીકે આપશે. આ ઉપરાંત સીએમ રાવતે કહ્યું કે અમારી સેનાના લોકો પહોંચી ગયા છે. એનડીઆરએફની એક ટીમ દિલ્હીથી પહોંચી છે. મેડિકલ સુવિધાની દ્રષ્ટીથી ત્યાંથી સેના, પેરામિલિટ્રી ફોર્સેઝ અને અમારા રાજ્યના ડોક્ટ્ર કેમ્પ કરેલા છે. જ્યારે અમે ત્યાંનું હવાઈ સર્વે કર્યો છે. ત્યારબાદ રેણી ગાંવ જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી રોડથી જઈને નિરિક્ષણ કર્યું છે.
એટલા માટે પહેલા રાવતે જણાવ્યું કે આઈટીબીપીના જવના દોરડાથી સુરંગની અંદર જઈને ૧૫૦ મિટર સુધી પહોંચ્યા છે. જાેકે, આ સુરંગ લગભગ ૨૫૦ મિટર લાંબી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે ૧૩ મેગાવોટના ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં ૩૫ લોકો કામ કરતા હતા જે તમામ લાપતા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ પોલીસના બે જવાનો પણ લાપતા છે. તપોવન પાવર પ્રોજેક્ટમાં ૧૭૬ શ્રમિક કામ કરી રહ્યા હતા. આ ક્ષેત્રમાં એક મોટા અને ચાર નાના પુલોને નુકસાન પહોંચ્યું છે. પોતાના ૧૮૦ ઘેટાં-બકરા સાથે પાંચ સ્થાનિક ગોવાળો પણ પુરમાં તણાઈ ગયા છે. અમે માની રહ્યા છીએ કે લગભગ ૧૨૫ લોકો ગાયબ છે. આ સંખ્યા વધી શકે છે.