ઈન્ટરનેટની દુનિયામાં અજીબોગરીબ વીડિયો જાેવા મળતા હોય છે. હાલ બે ભાઈઓનો એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયેલો છે જે જાેઈને તમે હસી હસીને બેવડા વળી જશો. આ બંને ભાઈઓ પોલીસના હાથે માર ખાવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને કહે છે કે અમને મારો. મજેદાર વીડિયો ગણતરીના સમયમાં હજારો વખત જાેવાઈ ચૂક્યો છે. મોટી સંખ્યામાં લોકો તેને પસંદ કરી રહ્યા છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં વ્યક્તિ કહે છે કે બંને ભાઈ પોલીસ પાસે માર ખાવા માટે આવ્યા છે. વ્યક્તિએ જણાવ્યું કે અમે બંને ભાઈઓ ખુબ દારૂ પીએ છીએ અને ઘણી કોશિશ કરવા છતાં પણ આ આદત છૂટતી નથી. આથી હવે અમે પોલીસ પાસે મદદ લેવા માટે આવ્યા છીએ અને ઈચ્છીએ છીએ કે પોલીસવાળા ભાઈઓ અમને ખેંચીને બે-બે થપ્પડ મારે. વ્યક્તિ આગળ કહે છે કે બે-બે ઝાપટ નહીં તો ચાર-ચાર ઝાપટ ખેંચીને અમને મારો. જેનાથી અમારા બંને ભાઈઓના મોઢા સૂજીને મોટા થઈ જાય. બીજા દિવસે જ્યારે અમે અમારી પત્નીઓ પાસે જઈએ તો તેમને કહીએ કે પોલીસ સ્ટેશનથી આવું મોઢું બનાવીને આવ્યા છીએ. ફ્રેમમાં ત્યારબાદ જે જાેવા મળે છે તે ખુબ મજેદાર છે. આ મજેદાર વીડિયો જાે કે ક્યાંનો છે તે ખબર નથી પરંતુ હાલ સોશિયલ મીડિયા પર તે ખુબ જાેવાઈ રહ્યો છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પેજથી અપલોડ કરાયો છે. જેના પર નેટિઝન્સ ખુબ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.