મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે શનિવારના રોજ સવારે 11;45 વાગ્યે સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના અંદાજિત રૂ.431.32કરોડના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના રૂ.82.83 કરોડના મળી કુલ રૂ.514.15કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત-લોકાર્પણ થનાર છે.
સુરત મનપાના ભાજપ શાસકોની ટર્મ પુરી થવાના એક દિવસ પહેલા જ એક સાથે કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુર્હુત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે ત્યારે અંગે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મનપાના પદાધિકારીઓ, સુરત, નવસારી અને બારડોલીના સાંસદ તથા સુરતના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.