સુરતમાં કેજરીવાલ નું શક્તિપ્રદર્શન કેજરીવાલના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા કેજરીવાલે કહ્યું ભાજપ ને નાની ની યાદ અપાવી દો… પાટીદારો એ કહ્યું હા જરૂર..
સુરત ના પાટીદાર વિસ્તારમાં કેજરીવાલ છવાઈ ગયા હતા અને લોકો આપની ટોપી પહેરીને મોટી સંખ્યા માં ઊમટી પડતા રોડથી અગાશી સુધી જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ છલકાયું હતું.
પાટીદારો ના ગઢ ગણાતા
વરાછા રોડ ના માનગઢ ચોકથી કેજરીવાલ ના રોડ-શોની શરૂઆત થઇ હતી, અને સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ કરી રોડ-શોની શરૂઆત કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ આપના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું
છે. વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. કેજરીવાલે રોડ-શોમાં કહ્યું હતું કે, હું સુરતના લોકોનો આભાર માનવા આવ્યો છું.
રેલી આગળ વધી ને હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા પાસે રોડ-શો પૂર્ણાહુતિ થશે અને જનસભા માં રૂપાંતર થશે
સુરત માં આપે 27 જટેલી સીટ મેળવી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવી લીધું છે. ત્યારે આપના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકોનો આભાર વ્યક્ત કરવા સુરત પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ સર્કિટ હાઉસ ખાતે હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભાજપના નેતાઓને નાની યાદ અપાવી દેવાનું સૂચન કર્યું હતું. આ સાથે કેજરીવાલે કાઠિયાવાડી અને સુરતી ભોજન માણ્યું હતું.