સુરત, 21 જુલાઈ : કુદરતે કોરોના જેવી વિષમ મહામારી માનવજાત ની માથે નાખી હોવા છતાં લોકો હજુ માનવતાને નેવે મૂકતા સહેજ પણ અચકાતા નથી.સુરત શહેરના સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજવતા દિપક વિનોદભાઈ ગઢિયા કોરોના પોઝિટિવ રીપોર્ટ આપવાના મામલે અરજદાર પાસથી 5 હજાર રૂપિયા પેટે બીજા હપ્તા પેટે 2500 રૂપિયા રંગે હાથે લેતા એસીબીની ટ્રેપમાં ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.મળેલી જાણકારી મુજબ સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલની બહાર ACBએ ટ્રેપ ગોઠવી હતી.જેમાં કોવિડ-19નો એન્ટીજન ટેસ્ટના પોઝિટિવ રિપોર્ટ આપવા બાબતે લાંચ માંગનાર મેડિકલ ઓફિસર દિપક વિનોદભાઈ ગઢિયા કોરોના પોઝિટિવ રીપોર્ટ આપવા બાબતે ACBની ટ્રેપમાં આબાદ ઝડપાયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિપકભાઇ વિનોદભાઇ ગઢીયાએ શરૂઆતમાં રૂપિયા 6 હજારની માંગણી કરી હતી. ત્યારબાદ આખરે આ કામ પાંચ હજારમાં પૂરું કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસર દીપ[કે ગઢિયાએ અરજદાર પાસે આધારકાર્ડની નકલ વોટ્સએપ ઉપર મંગાવી હતી અને આ કામ પેટના 5 હજાર પૈકી 2500 રૂપિયા એડવાન્સ પણ લઈ લીધા હતા. આજે રિપોર્ટ સાથે બાકીના રૂપિયા 2500 લેવા આવતા દિપક સુરત ACBની ટીમના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો.આમ, કોરોનાની મહામારી વચ્ચે આ મેડિકલ ઓફિસરે માનવતા નેવે મુકતા કુદરત જાણે કે ન્યાય કરી રહ્યું હોય તેમ હાલ તો તેને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે