સુરત માટે મંગળવારનો દિવસ અશુભ સાબિત થયો. જેમાં ગઈકાલે મોડી રાત્રે સુરતમાં અનેક અકસ્માત થયા છે. જેમાં એક કાળમુખા ડમ્પરે ફૂટપાથ પર ગટરના વળાંક પાસે સુતેલા મજૂરોને પોતાનો કોળીયો બનાવી લીધા. મોડી રાત્રે બનેલી આ ઘટના અતિ ભયજનક હતી. સુરતમાં કિમ-માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા ગટર પર સૂતાં કામદારો પર ડમ્પર ફરી વળતા 13 લોકો ચીર નિંદ્રામાં પોઢી ગયા હતાં. જ્યારે કેટલાક ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. ગટરના વળાંક પર સૂતેલા કામદારો પર ડમ્પર ફરી વળવાને કારણે 12 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પ્રારંભિક અહેવાલો મુજબ, તમામ મજૂર રાજસ્થાનના હતા. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં પહોંચનારા લોકોમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. જ્યારે 8 લોકોને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને મૃત્યુની સંખ્યા વધીને 13 થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે ડમ્પર ચાલક ઝડપાયો હતો ત્યારે તે નશામાં હતો.
બાંસવાડાના કુશલગઢનો વતની અને એક આકસ્મિત મજુર, પાંચ-છ પરિવારો છેલ્લા પાંચ વર્ષથી પલોડ નજીક રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યે કિમથી માંડવી તરફ જતા ડમ્પરનો ચાલક શેરડીથી ભરેલ ટ્રેક્ટર કિમ ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો અને ડમ્પર રસ્તાની સાઇડમાં ફૂટપાથ ઉપર ચડી જતાં સૂતા 20 મજુરોને કચડી નાખ્યા હતા.
સૂતેલા કામદારો ડમ્પર પર ચડતાંની સાથે જ મોટાભાગના મજુરોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં કુલ 12 લોકો માર્યા ગયા હતા અને ફૂટપાથ આખો લોહીથી લથબથ થઈ ગયો હતો. આવી પરિસ્થિતિમાં પોલીસકર્મીઓએ એક ટેમ્પોમાં 12 મૃતદેહો ભરીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
રાકેશ રૂપચંદ, જે રોજ દુકાનની કેબિનમાં સૂતો હતો ત્યાંથી થોડે દુર દુકાનમાં કામ કરતો હતો. જો કે તેને ગરમી લાગતી હોવાને કારણે સોમવારે કેબીનમાં સૂવાના બદલે ફૂટપાથ પર સૂતા આ મજુરો સાથે સુઈ ગયો હતો, મોડીરાત્રે આ કાળમુખા ડમ્પરથી તે પણ કચડાઈ ગયો હતો. બેકાબૂ ડમ્પરે ત્યારબાદ ફૂટપાથ ઉપરથી નીચે ઉતરીને પાછળ ના ભાગે આવેલી ચારથી પાંચ દુકાનના શેડ પણ તોડી નાખ્યા હતા. ટ્રેક્ટરને ટક્કર માર્યા પછી ડમ્પર ડ્રાઇવર સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી ચુક્યો હતો અને ફૂટપાથ પર સૂતા કામદારોને કચડી નાખીને પાછળ રહેલી દુકાન તરફ ખાબક્યો હતો.
સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં છ મહિનાની બાળકી સાથે તેના માતા-પિતા પણ સૂઈ રહ્યા હતા, ત્યારે યમરાજમાં ફેરવાયેલા ડંપરે ફૂટપાથ પર સુતેલા મજૂરો સાથે નાની બાળકીના માતા-પિતાને પણ કચડી નાખ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બાળકીનો આબાદ બચાવ થયો મૃતદેહના ઢગલા વચ્ચે બાળકીનો રડવાનો અવાજ સાંભળીને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તાત્કાલિક બાળકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃત્યુ પામેલા લોકોમાં રાકેશ રૂપચંદ, શોભના રાકેશ, દિલીપ ઠકરા, નરેશ બાલુ, વિકેશ મહિડા, રજિલા મહિડા, મુકેશ મહિડા, લીલા મુકેશ, મનીષા, ચંપા બાલુ, એક બે વર્ષીય છોકરી અને એક વર્ષનો છોકરો હતો.