નવી દિલ્હી, 19 જુલાઈ 2020 માં ગુજરાતના રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં લાગેલા આગમાં, દર્દીઓના મોત અંગેના માર્ગદર્શિકાનુ પાલન ન કરવા બદલ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઠપકો આપ્યો છે. કોર્ટે ગુજરાત સરકારને બે અઠવાડિયામાં, તમામ હોસ્પિટલોના ફાયર ઓડિટ અંગે રિપોર્ટ કરવા સમન્સ પાઠવ્યું છે. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, ” હોસ્પિટલો સેવાને બદલે, લોકોની વેદનામાંથી આવકનુ સાધન બની ગઈ છે. રાજ્ય સરકારે એવી છબિ બનાવવી જોઈએ નહીં કે, તે આવી હોસ્પિટલોને બચાવી રહી છે.”
કોર્ટે ગુજરાત સરકારને ભવન નિયમોનુ ઉલ્લંઘન કરનારી હોસ્પિટલોને, છૂટછાટ આપતી 8 મી જુલાઈના જાહેરનામા ને પાછી લેવા વિચારણા કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે, ” જો ગુજરાત સરકાર આમ નહીં કરે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.” ગુજરાત સરકારે 30 જૂન 2022 સુધી, ભવનના નિયમોનુ પાલન કરવામાં મુક્તિ આપી છે.
સુનાવણી દરમિયાન કોર્ટે નિરીક્ષણ કર્યું હતુ કે, “હોસ્પિટલ દર્દીઓની સારવાર પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરીને, સ્થાવર મિલકત ઉદ્યોગ બની ગયો છે. ” કોર્ટે કહ્યું કે,” હોસ્પિટલો સંકટમાં દર્દીઓને સહાય પૂરી પાડવાનો હેતુ છે, પરંતુ તે વ્યાપકપણે અનુભવાય છે કે, તેઓ પૈસા કમાવવાના મશીનો બની ગયા છે. જેનાથી દર્દીઓની તકલીફમાં વધારો થાય છે.”
18 ડિસેમ્બર 2020 ના રોજ, કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે, ” સરકારે આ પ્રકારનુ મિકેનિઝમ વિકસાવવુ જોઈએ, જેમાં સતત કામ કરતા ડોકટરોને વિરામ આપવો જોઈએ.”
સુનાવણી દરમિયાન, ગુજરાત સરકારે કહ્યુ હતુ કે, “તેમણે ફાયર સેફ્ટીને લઈને અનેક પગલાં લીધાં છે.” ગુજરાત સરકારે કહ્યુ હતુ કે, “રાજ્યને કોરોના હોસ્પિટલોમાં, 328 ફાયર સેફ્ટી અધિકારીઓની વિશેષ ફરજ સોંપવામાં આવી છે.” ત્યારે કોર્ટે કહ્યુ કે, ” રાજ્યની 214 હોસ્પિટલોમાંથી 68 લોકોને ફાયર વિભાગ તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળવાનુ બાકી છે. રાજ્ય સરકારે આ તરફ ધ્યાન આપવુ જોઈએ.” સુનાવણી દરમિયાન કોર્ટે બાકીના રાજ્યોના સોગંદનામા અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, ” દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના મોટાભાગના રાજ્યોએ, અધૂરી માહિતી આપી છે. ઘણા રાજ્યોએ કોરોના માટે તેમની પાસે કેટલી વિશેષ હોસ્પિટલો છે અને તેમાં આગની સલામતી અંગેની સ્થિતિ શું છે, તે અંગેની માહિતી પણ આપી નથી.”
27 નવેમ્બર 2020 ના રોજ રાજકોટની હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની નોંધ લેતાં, કોર્ટે ગુજરાત સરકારનો રિપોર્ટ સમિટ કર્યો હતો. કોરોનાના વધતા જતા કેસો પર, ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે કહ્યુ હતુ કે, ” માત્ર નિર્દેશો નિર્ધારિત કાર્ય કરશે નહીં, તેમના અમલની ખાતરી કરવી જરૂરી છે. કેન્દ્ર આ મામલે આગળ વધે. તે સુનિશ્ચિત કરો કે, રાજ્ય સરકારો એસઓપીનુ પાલન કરે.”