તામિલ સુપરસ્ટાર રજનીકાંતે મંગળવારે તેમની તબિયત ખરાબ અને કોરોનાવાયરસ રોગચાળાને ટાંકીને જાહેરાત કરી હતી કે, તેઓ 2021 માં તમિલનાડુમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોઈ નવો રાજકીય પક્ષ શરૂ કરશે નહીં. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી મારા ચાહકો અને લોકો નિરાશ થશે, તેથી હું બધાની માફી માંગુ છું.
પોતાના ટ્વિટર પેજ પર પોસ્ટ કરાયેલા ત્રણ પાનાના નિવેદનમાં, રજનીકાંતે તેના નિર્ણય માટે તેના ચાહકો, ટેકેદારો અને છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે ઉભા રહેલા લોકોની માફી માંગી છે. તેમની જાહેરાતથી રાજકારણમાં પ્રવેશવા માટે ઘણા સમય થી ચાલતી અટકળો નો અંત આવ્યો છે. ત્રણ વર્ષ પહેલા, રજનીકાંતે રાજકીય પક્ષ શરૂ કરવાની અને 2021 ની વિધાનસભાની ચૂંટણી લડવાનું વચન આપ્યું હતું.
રજનીકાંતે આ જાહેરાત હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાંથી રજા આપ્યાના બે દિવસ પછી કરી હતી જ્યાં તેમને ‘બ્લડ પ્રેશરમાં તીવ્ર વધઘટ’ને કારણે 25 ડિસેમ્બરે દાખલ કરવામાં આવ્યા હતા.