એક બાજુ જ્યાં કોરોનાના વધતા કેસને લઈને સમગ્ર દુનિયામાં લોકોની ચિંતા વધી રહી છે ત્યાં હેલ્થ એક્સપર્ટે ભવિષ્યવાણી કરી છે કે આગામી વર્ષેના એપ્રિલ મહિના સુધીમાં લાઈફ પહેલા જેવી નોર્મલ થઈ શકે છે. તેમણે કહ્યું કે એપ્રિલ સુધીમાં કોવિડ-૧૯ નબળો થઈને ‘સામાન્ય શરદીનું એક વધુ કારણ’ બનીને રહી જશે. ઈસ્ટ ઈંગ્લિયા યુનિવર્સિટીમાં મેડિસિનના પ્રોફેસર પોલ હંટરએ બીબીસી બ્રેકફાસ્ટ પર ચોંકાવનારી પરંતુ સારી જાહેરાત કરી. તેમણે કહ્યું કે કોરોનાનો પ્રભાવ ભવિષ્યમાં ખતમ થઈ જવાનો છે. તે બિલકુલ નોર્મલ વાયરસ અને બીમારી જેવો રહી જશે. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષ પહેલા ઈંગ્લેન્ડ માટે કોઈ નવો પ્રતિબંધ લાગૂ નહીં થાય અને કદાચ ત્યારબાદ પણ ન થાય. ડેઈલી સ્ટારમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ શ્રમિકોને અલગ થલગ કરવાના કારણ એનએચએસ કર્મચારીઓની કમી અંગે બોલતા હંટરે કહ્યું કે કોવિડ દૂર જવાનો નથી, આ ફક્ત એક વાયરસ છે જે એપ્રિલ ૨૦૨૨ બાદ ચિંતાનું કારણ નહીં રહે. તેમણે દાવો કર્યો કે ‘કોવિડ-૧૯ એપ્રિલ બાદ નોર્મલ વાયરસ થઈ જશે જે સામાન્ય શરદી ઉધરસનું એક કારણ બની જશે. તેમણે કહ્યું કે ‘આ એક એવી બીમારી છે જે દૂર થઈ રહી નથી, સંક્રમણ દૂર થતું નથી જાે કે તે વધુ લાંબા સમય સુધી ગંભીર બીમારીનું સ્વરૂપ નહીં રહે.’ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે બોલતા તેમણે કહ્યું કે આ નવો વેરિએન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઘણો વધુ ચેપી છે. પરંતુ જાેખમના મામલે તે ડેલ્ટાની સરખામણીએ અત્યાર સુધી તો ૫૦-૭૦% ઓછો જાેખમી છે.