દાનહ ના કદાવર સંસદ શ્રી મોહન ડેલકર નું મુંબઈ ખાતે નિધન થયું છે. મુંબઇ માં આકસ્મિક અવસાન ની ખબર થી સનસનાટી ફેલાઈ છે. પરિજનો મુંબઇ જવા રવાના થઈ ગયા છે, દાનહ ના સાંસદ મોહન ડેલકરનું આકસ્મિક નિધન થયા ની ખબર વહેતી થતા તેઓના સમર્થકો માં ભારે ચકચાર મચી ગઇ છે.
દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી હોવાના બીન સત્તાવાર અહેવાલો મળી રહ્યા છે. સ્થળ ઉપર થી ગુજરાતીમાં લખેલી સ્યુસાઈટ નોટ મળી આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.