કોલસાની અછતને કારણે મુશ્કેલીમાં ઘેરાયેલા પંજાબ મુદ્દે નવજાેત સિદ્ધુએ પોતાની જ સરકારને સલાહ આપી છે. સિદ્ધુએ કહ્યું કે, સરકારે વિજઌ સંકટના ઉકેલ માટે તૈયાર રહેવું જાેઈએ. નિયત સૂચના મુજબ, ૩૦ દિવસ સુધી કોલસાનો સ્ટોક ન રાખવા બદલ ખાનગી થર્મલ પ્લાન્ટ્સને દંડ કરવો જાેઈએ. આ સિવાય હવે સરકારે ઝડપી ગતિએ સૌર ઉર્જા ખરીદવા માટે કરારો કરવા જાેઈએ. આ સિવાય, છત પર સ્થાપિત સોલર પેનલને વીજળીની ગ્રીડ સાથે જાેડવી જાેઈએ. સિદ્ધુએ આ સૂચન વીજ વિભાગ સંભાળી રહેલા સીએમ ચરણજીત ચન્નીને સીધા આપવાને બદલે, તેણે તેને સોશિયલ મીડિયા પર મૂકી દીધું છે.
સિદ્ધુ હંમેશા પંજાબમાં વીજળી અંગે અવાજ ઉઠાવતા રહ્યા છે. સિદ્ધુ કહેતા રહ્યા છે કે અકાલી-ભાજપ સરકારના ખોટા વીજ કરારોને કારણે લોકોને મોંઘી વીજળી મળી રહી છે. જે વીજળી પ્રતિ યુનિટ ૩ થી ૫ રૂપિયામાં ઉપલબ્ધ હોવી જાેઈએ, તેના માટે ૧૧ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. સિદ્ધુએ આ માટે કેપ્ટન અમરિંદર સિંહને જવાબદાર ઠેરવ્યા. જાે કે, હવે કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રીની ખુરશી પરથી દૂર કરવા છતાં, ન તો વીજળી સસ્તી થઈ કે ન તો વીજ કરાર રદ થયા. સિદ્ધુ કહેતા રહ્યા કે વિધાનસભા સત્ર બોલાવીને પાવર કરારો રદ કરવા જાેઈએ. જેના વિશે સિદ્ધુ પોતે અને કેપ્ટનના સ્થાને નવા મુખ્યમંત્રી બનેલા ચરણજીત ચન્ની ઘેરાઈ રહ્યા છે.
મુખ્યમંત્રી બન્યા બાદ કેબિનેટની પ્રથમ બેઠક પહેલા સિદ્ધુએ ચરણજીત ચન્ની સાથે મુલાકાત કરી હતી. બહાર આવતા સિદ્ધુએ કહ્યું કે કેબિનેટમાં વીજળી અંગે મોટો ર્નિણય આવી રહ્યો છે. જાે કે મુખ્યમંત્રી ચન્નીએ ૨ મેગાવોટ સુધીના બાકી વીજળીના બિલ માફ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય, બાકીની ચૂકવણી ન કરવાને કારણે કાપી નાખેલા લગભગ એક લાખ કનેકશનો જાેડવાનું કહેવામાં આવ્યું હતું. તેમાં ક્યાંય પણ પાવર કરાર રદ્દ કરવા કે દરેક ઘરને વીજળી યુનિટ દીઠ ૩ થી ૫ રૂપિયા આપવાની કોઈ વાત ન હતી.