મુંબઈ / નવી દિલ્હી, 07 ડિસેમ્બર મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી, ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે સોમવારે વધારા સાથે ખુલ્યા.
બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) નું 30 શેરો વાળા સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ અગાઉના સત્રમાં 36.30 પોઇન્ટ એટલેકે 0.08 ટકા વધીને 45115.85 ના સ્તર પર અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નો 50 શેરોનો ઈન્ડેક્સ નિફ્ટી 10.30 પોઇન્ટ એટલે કે 0.08 ટકા વધી ને 13268.80 ના સ્તર પર વેપાર કરી રહ્યા છે. લગભગ 1180 શેરો વધ્યા છે, 377 શેરો ડાઉન છે અને 86 શેરો યથાવત ટ્રેડ થઈ રહ્યા છે.