સંસદનુ શિયાળુ સત્ર નક્કી કરેલી સમય મર્યાદા કરતા એક દિવસ વહેલુ સમાપ્ત થઈ ગયુ છે.લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આજે અનિશ્ચિત મુદત સુધી સ્થગિત કરવામાં આવી છે.
સંસદનુ શિયાળુ સત્ર ૨૯ નવેમ્બરથી શરુ થયુ હતુ.જે ૨૩ ડિસેમ્બર સુધી ચાલવાનુ હતુ.કુલ મળીને આ સત્રમાં ૧૮ બેઠકો યોજાઈ છે પણ વિપક્ષી સભ્યો દ્વારા સતત હંગામા વચ્ચે આ સત્રમાં ૧૮ કલાક કામ થઈ શક્યુ નથી.
સંસદમાં જે મહત્વના બિલ પાસ થયા છે તે આ પ્રમાણે છે.
નવા કૃષિ કાયદા રદ કરવુ બિલ પાસ થયુ છે.
વોટર આઈડીને આધાર કાર્ડ સાથે જાે઼વા માટેનુ બિલ રાજ્યસબામાં મંજૂર થઈ ગયુ છે.
લોકસભામાં મંગળવારે મહિલાઓની લગ્ન કરવાની વય વધારીને ૨૧ વર્ષ કરવાનુ બિલ રજુ કરાયુ હતુ.
સંસદનુ સત્ર સમાપ્ત થવાની સાથે સાથે રાજ્યસભા અધ્યક્ષ વૈકેયા નાયડુએ કહ્યુ હતુ કે, સાંસદોએ આત્મનિરિક્ષણ કરવાની જરુર છે.સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવી યોગ્ય નથી.
બીજી તરફ સત્રની શરુઆતમાં સસ્પેનડ્ કરાયેલા ૧૨ સાંસદોએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ઉભા રહીને રાષ્ટ્રગીતનુ ગાન કર્યુ હતુ.
વિપક્ષે આ સત્રમાં ખેડૂતોના મુદ્દા, મોંઘવારી, લખીમપુર હિંસા, પેગાસસ જાસૂસી મુદ્દો ,એમએસપી અંગે ચર્ચા કરવાની માંગ કરી હતી પણ વિપક્ષનો આરોપ છે કે, આ મુદ્દાઓ પર સરકારે ચર્ચા કરી નથી.