દયાબેન થોડા વર્ષોથી શોમાંથી બહાર હતાં પણ હવે ફરીથી આવી રહ્યાં છે, આ સમાચાર સુંદરે જેઠાલાલને આપ્યા
જાે તમે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માના જાેરદાર ફેન છો તો અમે તમને એક ખુશખબરી જણાવવા માટે જઇ રહ્યા છીએ. એકવાર ફરીથી શોમાં દયાબેન ગરબે ઘૂમતી જાેવા મળશે. આ શોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવનાર પાત્ર રહ્યું છે, જેઠાલાલ અને દયાબેનનું. દયાબેન થોડા વર્ષોથી શોમાંથી બહાર હતી પરંતુ હવે ફરીથી ગોકુલધામ સોસાયટીમાં આવી રહી છે. આ સમાચાર દયાબેનના ભાઇ સુંદરે પોતાના બનેવી જેઠાલાલને આપ્યા છે. તારક મહેતા કા ઉલટા ચશ્મા ઘર-ઘરમાં પસંદ કરવામાં આવે છે. શોના ફેન્સને એન્ટરટેન કરવામાં કોઇ કસર છોડી નથી. ટીઆરપી ચાર્ટમાં પણ આ શોના ટોપ ૫માં પોતાની જગ્યા બનાવી લીધી છે.
હવે તારક મહેતા કા ઉલટા ચશ્માના ફેન્સ માટે એક ખુશખબરી આવી રહી છે. ગત ત્રણ વર્ષથી દયાબેનમાંથી ગાયબ છે. દર્શક દયાબેનની વાપસીનો આતુરતાપૂર્વક રાહ જાેઇ રહ્યા હતા અને દરમિયાન દયાના ભાઇ સુંદરલાલએ દયાબેનની વાપસીને લઇને કન્ફર્મ કર્યું છે. આ સમાચારને સાંભળીને ફેન્સ પણ એક્સાઇટેડ છે. શોના એપિસોડમાં સુંદરલાલ પોતાના જીજાજીના ઘરે પહોંચે છે અને પોતાની સાથે દયાબેનની વાપસીના સમાચાર લઇને આવે છે. જેઠાલાલને સુંદરલાલ જણાવે છે કે તેમણે નવો રિયલ સ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો છે. આ સાથે જ તે જેઠાલાલને દયાબેને લખેલો એક પત્ર આપે છે. જેમાં તેમની વાપસીને લઇને કન્ફર્મ વાત લખી હોય છે. દયાબેનની વાપસીના સમાચાર સાંભળી જેઠાલાલ ઇમોશનલ થઇ જાય છે અને ખુશીથી ઝૂમવા લાગે છે.
દયાબેનની શોમાં વાપસીથી જેઠાલાલ જ નહી પરંતુ ફેન્સ પણ ખુશીથી ઝૂમી ઉઠશે. એક્ટ્રેસ દિશા વાકાણી શો શું અને કેટલું મહત્વ ધરાવે છે તેનો અંદાજાે એ વાતથી સરળતાથી લગાવી શકાય છે કે ભલે તે શોમાં ગત કેટલાક વર્ષોથી જાેવા મળી રહી નથી અને ના તો વાપસીની કોઇ કન્ફર્મ તારીખ નથી. તેમછતાં પણ મેકર્સે તેમની જગ્યા આજસુધી કોઇને આપી નથી. તમને જાણીને આશ્વર્ય થશે કે ગોકુલધામની પુરી મહિલા મંડળમાં સૌથી વધુ ફી દયાબેન એટલે કે દિશા વાકાણીને જ મળે છે. ફક્ત મહિલા મંડળ જ નહી પરંતુ આ શોના દરેક કલાક કરતાં ક્યાંય વધુ ફી દીશા વાકાણી લે છે.