રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને મળતો 4200 ગ્રેડ પે ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો. જેને લઇને વિરોધ શરૂ થયો હતો જોકે વિરોધને પગલે 4200ના ગ્રેડ પેના મુદ્દે શિક્ષણપ્રધાન સાથે મુલાકાત કર્યા બાદ નાયબ મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી. જે અંતર્ગત સ્થગિત કરેલા પરિપત્રને હવે રદ્દ કરવાનો નિર્ણય સરકારે નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું કે. આ તમામ કામગીરી એક અઠવાડિયાની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે.9 વર્ષ પૂર્ણ કરનારા શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે.
જોકે પરિપત્ર બહાર પાડયા પછી હજી પણ સરકાર એનો અમલ કરી શકી નથી અને શિક્ષકોને હજી પણ 4200 ગ્રેડ પે નો લાભ અપાયો નથી જેને લઈને રાજ્યભરમાંથી નગર-મહાનગર પાલિકાના શિક્ષકો દ્વારા સરકારનો વિરોધ થઇ રહ્યો છે
અમદાવાદમાં પણ ૪૨૦૦ ગ્રેડ પે મુદ્દે પ્રાથમિક શિક્ષકો હવે રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. રાજ્યમાં શિક્ષકોને હજી પણ સરકાર તરફથી ૪૨૦૦ ગ્રેડ પે મુજબ પગાર ચૂકવવામાં આવતો નથી જેથી હવે શિક્ષકોએ આંદોલનનું શાસ્ત્ર ઉગામ્યું છે. શિક્ષકોનું કહેવું છે કે ૧૯ નગરપાલિકા, ૬ મહાનગરપાલિકાના શિક્ષકોને હજુ સુધી ગ્રેડ પે ૪૨૦૦નો લાભ આપવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતા કોઇ ઉકેલ નહીં આવતા આખરે શિક્ષકો સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે.હજુ સુધી ગ્રેડ પેનો લાભ તો મળ્યો જ નથી ઉપરથી શિક્ષકોની સર્વિસ બૂક પણ પાછી મોકલી દેવામાં આવી છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કહેવામા આવ્યું છે, કે છેલ્લા ઘણા સમયથી તેઓ સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતા સરકારે પણ હવે હાથ ઊંચા કરી દીધા છે. અમે આ છેલ્લી રજૂઆત કરી રહ્યા છીએ જાે સરકાર નહીં માને તો હવે અમે આવેદનપત્ર આપી ધરણા કરીશું. વધુમાં જાણવા મળ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોના આ મુદ્દા સહિત અન્ય પણ મુદ્દાઓ છે. જેની રજૂઆત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાશે.૧૫,૦૦૦ જેટલાં શિક્ષકો હજી પણ ગ્રેડ પેનાં લાભથી વંચિત છે, રુપિયા ૪૨૦૦નો ગ્રેડ પે સરકારે જિલ્લા પંચાયતનાં શિક્ષકોને આપ્યો છે, જાેકે આ ગ્રેડ પેનો લાભ નગરપાલિકા, મહાનગરપાલિકા અને જીલ્લા પંચાયતનાં શિક્ષકોને આપવામાં આવનાર છે તેમ છતાં હજી સુધી ૧૯ નગરપાલિકા, ૬ મહાનગરપાલિકાના શિક્ષકોને હજુ સુધી ગ્રેડ પે રૂપિયા ૪૨૦૦ નો લાભ મળ્યો નથી.
૪૨૦૦ ગ્રેડ પે મુદ્દે રાજ્ય સરકારનો રાજ્યભરમાંથી વિરોધ થઇ રહ્યો છે ત્યારે આ મામલે જામનગરમાં પણ સોશ્યલ મિડીયા આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જામનગરમાં ગઇકાલે લાલબંગલા ખાતે શિક્ષકો, આચાર્યો એકત્ર થયા હતા અને પોતાની માંગણી મુજબ દેખાવો કાર્ય હતા, આંદોલનના ભાગપે આગામી દિવસોમાં શિક્ષણમંત્રીને આવેદન આપવા સહિતના કાર્યક્રમો સોશ્યલ મિડીયા મારફત આપવાનું એલાન કરવામાં આવ્યું છે, જો ટુંક સમયમાં હકારાત્મક ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે તેમ ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘની યાદીમાં ઉલ્લેખ કરાયો છે. આજે સેલ્ફી વીથ સ્લોગન સાથે માંગણી બુલંદ બનાવવામાં આવી છે.
આ વિરોધના ભાગ રૂપે ભાવનગર : નગર-મહાનગરપાલિકાના શિક્ષકોએ પણ આ પ્રશ્નનું નિરાકરણ લાવવા તા.૫-૮ થી ૧૬-૮ સુધી તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો આપવાનો નિર્ણય કરાયો છે.
ડાંગના પ્રથમિક શાળાના શિક્ષકોએ જણાવ્યુ હતુ કે, તેમને 2 ઓક્ટોબર સુધી અલગ અલગ સર્જનાત્મક કાર્યક્રમો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવશે. તેમને 2 ઓકટોબરનાં રોજ તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો અલગ અલગ જગ્યાએ સફાઈ કરી પ્રતિક ઉપવાસ કરી સરકાર પાસે 4200 ગ્રેડપેનાં પરિપત્રની માંગણી કરશે.