શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં છે. રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યો હતો. તે હાલ જામીન પર બહાર આવ્યો છે. રાજ કુંદ્રાની ધરપકડને લઈને અત્યાર સુધી શર્લિન ચોપડા તેના પર ગંભીર આરોપ લગાવી ચુકી છે. હવે તેણે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.
શર્લિનએ રાજ અને શિલ્પા પર છેતરપિંડી અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા કેસ દરમિયાન પણ ઘણા આરોપોનો સામનો કર્યો છે. તેને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યો હતો. જેના વિશે તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું.શર્લિન ચોપરાએ ૧૪ ઓક્ટોબરના રોજ રાજ અને શિલ્પા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી, તેણે આ વિશે મીડિયા સાથે વાત કરી છે. તેણે કહ્યું કે મેં રાજ કુન્દ્રા સામે જાતીય સતામણી, છેતરપિંડી અને ધમકીઓ આપવા માટે ફરિયાદ દાખલ કરી છે.શર્લિને રાજ અને શિલ્પા પર છેતરપીંડી અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. રાજ કુંદ્રા કેસ દરમિયાન શર્લિન ચોપડા પર પણ કેટલાય પ્રકારના આરોપ લગાવ્યા છે. તેને પુછપરછ માટે પણ બોલાવામાં આવી હતી. જેના વિશે તેણે સો. મીડિયા પર પણ જણાવ્યુ હતું.પ્રેસ કોન્ફરન્સમાં શર્લિન ચોપડાએ કહ્યુ હતું કે, તેણે મને અંડરવર્લ્ડની ધમકી આપી હતી. આપને સારી રીતે યાદ હશે કે, આપે મારી સાથે યૌન શોષણ કર્યુ છે, છોકરીઓના દેહને ચુસીને આપ તેમના પેમેન્ટ કેમ ચુકતે કરતા નથી. આપ તેને ચૂનો લગાવો છો. આર્ટિસ્ટના ઘર પર જઈને તેને અંડરવર્લ્ડની ધમકી આપો છો. કહે છે કે, યૌન શોષણનો કેસ પાછો લે નહીંતર તારી જીંદગી બરબાદ થઈ જશે.