વ્હાઇટ હાઉસ છોડવા જઇ રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, તેના હરીફ ચીનને જતા-જતા ફરી એક મોટો ઝટકો આપ્યો છે. તેઓએ એલીપે, વી-ચેટ પે સહિત આઠ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રમ્પનો આ હુકમ આગામી 45 દિવસ માં અમલમાં આવશે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આંચકો આપ્યો છે. તેણે એલીપે, કેમસ્કેનર, ક્યૂક્યુવોલેટ, વી-ચેટ પે, ડબલ્યુપીએસ ઓફિસ સહિત આઠ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. ચીન સંબંધિત આ તમામ એપ્લિકેશન્સ અંગે, ટ્રમ્પ વહીવટીતંત્રનુ કહેવુ છે કે, જે એપ્લિકેશનો પર પ્રતિબંધ છે, તે મોટા પ્રમાણમાં ડાઉનલોડ કરવામાં આવે છે. જેનો અર્થ છે કે લાખો વપરાશકર્તાઓની માહિતીનો દુરૂપયોગ થવાની સંભાવના હતી. તેમના દ્વારા, વપરાશકર્તા ડેટા ચીની સરકાર સુધી પહોંચવાનો ભય હતો. એપ્સ દ્વારા ચીન પર જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ટ્રમ્પનો આ હુકમ આગામી 45 દિવસમાં અમલમાં આવશે. વિશેષ વાત એ છે કે આ પહેલા ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડી દેશે અને તેમની જગ્યાએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બાઈડેન આવી ગયા હશે. જો કે, ચીન સાથે સંકળાયેલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકતા પહેલા, બાઈડેન વહીવટની સલાહ લેવામાં આવી ન હતી. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે, ટ્રમ્પ તેમના પદથી વિધિવત નીકળતાં પહેલાં, ચીન સંબંધિત કેટલાક વધુ મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે, આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇના ટિકટોક ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. ચીનને લગતી એપ્સ અંગે યુએસનુ આ વલણ ત્યારે જોવા મળ્યુ, જ્યારે ભારતે ચીન અને ચીન વચ્ચે લદાખમાં ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ભારતે અત્યાર સુધીમાં બસો થી વધુ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના ધારાસભ્યો દ્વારા ભારતના આ પગલાની પ્રશંસા કરવામાં આવી હતી.