વેસ્ટર્ન ડીસ્ટન્સ ના કારણે બે દિવસ થી વાતાવરણમાં એકાએક પલટો આવતાં ઉત્તર ગુજરાત અને તેમાંય સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી માવઠાએ ખેડૂતો ની ખેતીમાં શાકભાજી તેમજ જીરૂ વરિયાળી જેવા પાકોની દશા બગાડતા કિસાનો બે સાધે ત્યાં તેર તૂટવા જેવો ઘાટ જેવો ઘાટ ઘડાયો છે. અને વરસાદ પડતાં જ આજે ખેડૂતો નું કોબીજ ફલાવર નો ભાવ આજે વીસ રૂપિયા થઈ જતાં ખેડૂતો શાકભાજી ની ખેતી સહિત ની ખેતીવાડી માં ઓણસાલ સલવાઈ ગયા છે એટલું જ નહીં પણ ખાતર બિયારણ દવા ના પૈસા પણ ઉભા થાય એટલીજ પેદાશ થાય તેમ નથી.આ અંગે કમાલપુર ગામના ખેડૂત બળવંતભાઈ પટેલે જણાવ્યું છેકે કમોસમી માવઠાથી હવે ફ્લાવર કોબીજ માં વિવિધ રોગો અને જીવાત ની શક્યતા વિસેશ છે અને કમોસમી માવઠાથી તમામ રીતે ખેડૂતો પાયમાલી ના પંથે જતા રહે એવું લાગે છે તો જીરું વળીયાળી નો પાક પણ આ કમોસમી માવઠાથી ફેલ જશે કપાસ સહિતના પાકો માં પણ ભારે નુકશાની દેખાઈ રહી છે હજુ તો વાતાવરણ વાદળ છાયું જ છે અને જો આમ જ બહાર દિવસ આવું જ વાતાવરણ અને માવઠું ચાલુ રહેશે તો ખેડૂતો એ તમામ રીતે ખેતીમાં હાથ ધોઈ નાખવા પડશે.અને બેન્કમાંથી કે સહકારી મંડળીઓ માંથી લીધેલ ખેતીવાડી લોન ચૂકતા કરવાનું પણ ભારે પડી જશે.એટલે આ કૂદરતી આફતમાં ખેડૂતો ને મદદરૂપ થવા સરકાર કંઈ ક વિચારી લોન અને વ્યાજ રકમ માં રાહત અપાવશે તો જ ખેડૂતો બચી શકે તેમ છે એવું સાબરકાંઠા જિલ્લાના અસંખ્ય ખેડૂતો જણાવી સરકાર સામે મીટ માંડીને આશા સેવી રહ્યા છે.