ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સતત 30 દિવસ સુધી અમદાવાદમાં રોકાણ કરનાર છે. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે શહેર પોલીસે ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને સજજડ સુરક્ષા પૂરી પાડવાનું આયોજન કર્યું છે.
મોટેરા સ્ટેડિયમ અને આશ્રમ રોડ ઉપર આવેલી હોટલમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તા. 24ના રોજ મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવવાના હોવાથી હાઈએલર્ટ વચ્ચે સજજડ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.
બુધવારે પોલીસને ક્રિકેટ મેચ ડયૂટીની ફાળવણી કરવામાં આવશે. તા. 18ને ગુરૂવારે બન્ને ક્રિકેટ ટીમ અમદાવાદ આવશે અને તા. 20 માર્ચે છેલ્લી મેચ રમશે. આમ, કુલ 30 દિવસ માટે બન્ને ટીમને લોખંડી સુરક્ષા માટે પોલીસ સજજ બની છે.
અમદાવાદમાં તા. 20ના રોજ મતદાન યોજાનાર છે તે સાથે જ ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના લાંબા રોકાણ સાથે બે ટેસ્ટમેચ અને પાંચ ટી-20 મેચોની સુરક્ષા વ્યવસૃથા ગોઠવવાના આયોજનમાં પોલીસ ગૂંથાઈ છે.
બીજી ટેસ્ટમેચ પૂર્ણ થતાં આવતીકાલ તા. 18ના રોજ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો અમદાવાદ આવી પહોંચશે. બન્ને ટીમને આશ્રમ રોડ ખાતેની હોટલ હયાતમાં રાખવામાં આવનાર છે. બન્ને ટીમના આગમન પહેલાં બુધવાર, તા. 17થી જ હોટલમાં સજજડ સુરક્ષા વ્યવસૃથા ગોઠવી દેવામાં આવનાર છે.
ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો તા. 24થી ત્રીજી ટેસ્ટમેચ અને તા. 4 માર્ચથી ચોથી ટેસ્ટમેચ રમનાર છે. ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં તા. 24ના રોજ મોટેરાના નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમનું લોકાર્પણ થનાર છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસિૃથત રહેનાર છે. તા. 24ના કાર્યક્રમ માટે પોલીસને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે તેમ ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.