દિલ્હીમાં દલિત બાળકી પર સામુહિક બળાત્કાર કરી આરોપીઓ દ્વારા પરિવારની મંજૂરી વગર જ બાળકીના અંતિમ સંસ્કાર કરવાના મામલે વિરોધનો વંટોળ વધતો જાય છે.આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા.જો કે મુલાકાત દરમિયાન કેટલાક લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ જ્યારે કેજરીવાલ મુલાકાત સ્થળે ઉપસ્થિત મંચ પર પહોંચ્યા ત્યારે તેઓ મંચ પરથી ગબડી પડયા હતા.જો કે ત્યાં હાજર સુરક્ષા કર્મીઓએ એમને સંભાળી લીધા હતા.ત્યાર બાદ કેજરીવાલ ત્યાંથી પોતાની ગાડીમાં બેસીને રવાના થઇ ગયા હતા
આજે કેજરીવાલે એક ટ્વિટ દ્વારા જણાવ્યું છે કે “અમે બાળકીના પરિવારને મળ્યા અને એમના દુઃખમાં સહભાગી બન્યા,તેઓએ લખ્યું છે કે બાળકીના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.મામલાની ન્યાયિક તપાસ થશે,આરોપીને સજા થાય એ માટે મોટા વકીલોની સેવા લેવામાં આવશે.”આ ઉપરાંત કેન્દ્ર સરકારને સંબોધીને એમને લખ્યું છે કે “કેન્દ્ર સરકાર દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા તંદુરતી પૂર્વક જળવાય એ માટે કડક પગલાં ભરે,અમે તેમને પૂરતો સહકાર આપીશું