સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૩-ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. આ મેચ માટે દક્ષિણ આફ્રિકાએ ૬ ફૂટ ૮ ઈંચ ઉંચા ડાબા હાથના ફાસ્ટ બોલર માર્કો જેન્સનને ટીમમાં સામેલ કર્યો છે. માર્કોની આ પ્રથમ ટેસ્ટ છે. ડાબોડી ફાસ્ટ બોલર હોવાની સાથે ૨૧ વર્ષીય માર્કો નીચલા ક્રમમાં પણ સારી બેટિંગ કરે છે. માર્કો જેન્સન તેની હાઇટના કારણે ખૂબ ચર્ચામાં છે. ૬ ફૂટ અને ૮ ઈંચની હાઇટ ઘરાવતો હોવાના કારણે તે લાંબો ક્રિકેટર ગણવામાં આવે છે. સામાન્ય રીતે બાસ્કેટ બોલ રમતા ખેલાડીઓની હાઇટ વધારે હોય છે પરંતુ અહીંયા માર્કોની હાઇટ ક્રિકેટમાં ખૂબ વધારે છે. દક્ષિણ આફ્રિકાના આ બોલરે પણ આ વર્ષે આઈપીએલમાં ડેબ્યુ કર્યું છે. તેને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સે ૨૦ લાખની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો.IPL 2021ન્ ૨૦૨૧ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા માર્કોને પ્લેઈંગ-૧૧માં સામેલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં આ ડાબોડી બોલરે ૪ ઓવરમાં ૨૮ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. જાેકે, તે પછી તેણે માત્ર એક જ મેચ રમી હતી.
માર્કોએ તાજેતરમાં ભારત છ ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યુ હતું. માર્કોએ ભારત-છ સામે ત્રણેય ફર્સ્ટક્લાસ ટેસ્ટ મેચ રમી હતી અને કુલ ૬ વિકેટ લીધી હતી. આ સિવાય તેણે ૪ ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી. જેમાંથી ૨માં તે અણનમ રહ્યો. આ દરમિયાન તેણે ૭૦ રનની ઇનિંગ પણ રમી હતી. આ ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે માર્કોને સેન્ચુરિયન ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી.
ભારતના ૨૦૧૮ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન માર્કો ટીમ ઈન્ડિયાનો નેટ બોલર હતો. તે સમયે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ તેની ગતિ અને સ્વિંગથી ઘણો પ્રભાવિત થયો હતો. ત્યારબાદ માર્કોએ જાેહાનિસબર્ગ ટેસ્ટ પહેલા નેટ સેશનમાં વિરાટ કોહલીને ઘણો પરેશાન કર્યો હતો. ત્યારબાદ આ યુવા ફાસ્ટ બોલરના બોલ પર વિરાટ કોહલી પણ ઘણીવાર બીટ થયો હતો આ ડાબા હાથના ફાસ્ટ બોલરનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ પણ શાનદાર છે. માર્કોએ અત્યાર સુધી ૧૯ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૨૨.૨૦ની એવરેજથી ૭૦ વિકેટ લીધી છે. તેણે ત્રણ વખત પાંચ વિકેટ અને એટલી જ વખત ચાર વિકેટ લીધી છે.