મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચોધરીએ જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, તેણે તેમાં કારણ એ બતાવ્યું હતું કે દૂધસાગર ડેરીની આગામી ચુંટણી માટે પ્રચાર પ્રસારનો સમય મળી રહે, તેના માટે વચગાળાના જામીન મળી રહે તે માટે અરજી કરી હતી, વિપુલ ચોધરીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે આગામી ચુટણી માં તેમનું ડિસ્ક્વોલિફિકેશન થયું નથી માટે તેમને ઇન્ટરીમ બેઇલ આપવામાં આવે, સરકારી વકીલ દ્વારા તે સમયે દલીલ કરવામાં આવી હતી કે CID ક્રાઈમની તપાસ અગત્યના મોડ પર હોવાથી અગર જામીન આપવામાં આવે તો તે ચુંટણી પ્રક્રિયામાં ખલેલ પહોચાડી શકે તેમ હોવાથી તેમની જામીન અરજી ને ફગાવી દેવી જોઈએ, હાઈકોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળીને વિપુલ ચોધરીના જામીન નામંજૂર કરી દીધા છે. હવે વિપુલ ચોધરી જેલમાં રહીને ત્યાંથી ચુંટણી લડશે.