ઝાબુઆ (એમ.પી.) /નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) મોડી રાત્રે જિલ્લા ના કાલિદેવી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માછ્લીયા ઘાટ નજીક ખાખરા બ્રિજ પર એક બસ ઊંડી ખાઈ માં પડી હતી. આ દુર્ઘટનામાં બે મહિલા સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 60 થી વધુ મુસાફરો ઘાયલ થયાં હતાં. પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ ગયા છે. ઘાયલ થયેલા 30 જેટલા લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના વારાણસીથી એક લક્ઝરી બસ બુધવારે સાંજે, ગુજરાત માટે રવાના થઈ હતી. બસમાં 100 જેટલા મુસાફરો હતા. ઝાબુઆ જિલ્લાના કાલિદેવી શહેરથી પાંચ કિલોમીટર દૂર માછ્લીયા ઘાટ નજીક ખાખરા બ્રિજ પર મોડી રાતે, બસ વધુ બેફામ ઝડપે ઊંડી ખાઈ માં બેકાબૂ પડી હતી. બસમાં સવાર બે મહિલાઓ અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 60 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. પસાર થતા લોકોની બાતમીના આધારે કાલિદેવી પોલીસ મથક ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલ ઝાબુઆ લઈ જવાયા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્તોમાં 30 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મૃતકોની ઓળખ થઈ નથી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.